For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અશોક ખેમકાએ કહ્યું મને સંતોષ છે મારી બદલી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ashok-khemka
નવી દિલ્હી, 18 ઑક્ટોબર: હરિયાણાના આઇએએસ ઓફિસર અશોક ખેમકા હવે પોતાને સંતુષ્ટ કહી રહ્યાં છે. મુખ્ય સચિવ સાથેની મુલાકાત બાદ અશોક ખેમકાએ તેમને કહ્યું હતું કે જે કારણે મારી કરવામાં આવી છે તેનાથી સંતુષ્ટ છું.

તેમને કહ્યું હતું કે બદલી પાછળ કોઇ ખોટો ઇરાદો ન હતો. અશોક ખેમકાએ કહ્યું હતું કે પહેલાં એમ લાગતું હતું કે બદલી પાછળ કોઇ ગડબડ હશે પરંતુ હવે તેમના સુર બદલાઇ ગયા છે.

તેમને વાઢેરાની જમીન મુદ્દે જે આદેશો આપ્યા છે તેના પર તે અડગ છે. તેમને કહ્યું હતું કે બધા જ નિર્ણયો જનહિતમાં લેવામાં આવ્યાં છે. મુખ્ય સચિવ સાથેની મુલાકાત બાદ અશોક ખેમકાએ કહ્યું હતું કે જેને પણ મારા આદેશ પર વાંધો હોય તે કોર્ટનો દરવાજો ખખડાવી શકે છે. તો બીજી તરફ ડીજી ટાઉન એન્ડ કન્ટ્રી પ્લાનિંગે ખેમકા વિરૂદ્ધ મોરચો ખોલી દિધો છે. અશોક ખેમકાની વિરૂદ્ધ મુખ્ય સચિવને પત્ર લખવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે અશોક ખેમકાએ જ્યારે રોર્બટ વાઢેરા અને ડીએલએફ મુદ્દે તપાસ શરૂ કરી તો તેમની બદલી કરી દેવામાં આવી. ત્યારબાદ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાએ કહ્યું હતું કે સરકાર આ અંગે તપાસ કરશે કે તેમને આ મુદ્દે ગેરરજૂઆત તો નથી કરીને.

English summary
Haryana cadre IAS officer Khemka said after the meeting that he was "satisfied" with the reasons given for his transfer.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X