For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Union Budget 2018 : અરુણ જેટલીના બજેટના મહત્વના મુદ્દા વાંચો

1 ફેબ્રુઆરીએ રજૂ થઇ રહ્યું છે યુનિયન બજેટ 2018. આ સામાન્ય બજેટની તમામ અપટેડ જાણવા માટે આ પેજને રિફ્રેશ કરતા રહો અમે અહીં તમને આ અંગેની તમામ જાણકારી આપતા રહીશું દિવસભર.

|
Google Oneindia Gujarati News

1 ફેબ્રુઆરી, એટલે કે આજે નાણાંકીય વર્ષ 2018-19 માટે નાણાં મંત્રી અરુણ જેટલી સામાન્ય બજેટ રજૂ કર્યું હતું. આ બજેટને યુનિયન બજેટ અને સામાન્ય બજેટ કે જનરલ બજેટ પણ કહેવાય છે. દેશના અર્થતંત્ર માટે બજેટ મહત્વનો ભાગ ભજવે છે. ત્યારે અરુણ જેટલી અને તેમની ટીમ જે લાંબા સમયથી આ બજેટને બનાવવા માટે મહેનત કરી રહી છે. તે બજેટને આજે સંસદમાં રજૂ કરવામાં આવ્યું હતું. જો કે બજટેના ભાષણ દરમિયાન જ શેરબજાર પડી ભાંગ્યું હતું. તો બીજી તરફ ઇનકમ ટેક્સ સ્લેબમાં કોઇ રીતનો ફેરફાર નહતો કરવામાં આવ્યો. જો કે ખેડૂતો પર આ બજેટમાં મોટી રાહતો જાહેર કરવામાં આવી હતી. વધુમાં ગુજરાતના બટાકાના ખેડૂતો માટે પણ સરકારે ઓપરેશન ગ્રીન શરૂ કરવાની વાત કરી હતી. સાથે જ ટીવી અને મોબાઇલ આ બજેટ રજૂ થયા પછી મોંધા થયા હતા. ત્યારે આ બજેટના કેટલાક મહત્વના મુદ્દાઓ જાણો અહીં...

arun jaitley

Newest First Oldest First
1:02 PM, 1 Feb

ટેક્સટાઇલ સેક્ટરમાં સરકારી આપી રાહત. 7148 કરોડ રૂપિયાની કરી ફાળવણી
1:02 PM, 1 Feb

ગરીબ દર્દીઓને મફત ડાયલિસિસની સુવિધા પૂરી પાડવામાં આવશે.
1:02 PM, 1 Feb

વરિષ્ઠ નાગરિકો માટે સારા સમાચાર, સ્વાસ્થય વીમા પર ટેક્સની છૂટ વધારાઇ. 50,000 રૂપિયા છૂટ આપવામાં આવી
12:57 PM, 1 Feb

શિક્ષા અને સ્વાસ્થ્ય પર સેસનો દર 1% વધ્યો. હવે 4% ટેક્સ આપવો પડશે.
12:56 PM, 1 Feb

શેર ખરીદવા અને વેચવા પર લોંગ ટર્મ કેપિટલ ગેન પર 10 ટકા ટેક્સ આપવો પડશે
12:56 PM, 1 Feb

કસ્ટમ ડ્યૂટી વધી. મોબાઇલ ફોન અને ટીવી થયા મોંધા
12:52 PM, 1 Feb

ટેક્સ આપનાર લોકોની સંખ્યા વધી 19.25નો વધારો જોવા મળ્યો.
12:52 PM, 1 Feb

નોકરીયાત વર્ગને ઇનકમ ટેક્સમાં જેટલીએ ના આપી કોઇ રાહત
12:51 PM, 1 Feb

બજેટના ભાષણના મધ્યમાં જ શેરબજાર ગબડવા લાગ્યું, સેન્સેક્સ 400 પોઇન્ટ તૂટ્યો
12:40 PM, 1 Feb

ઇનકમ ટેક્સમાં કોઇ બદલાવ નહીં. 40 હજાર રૂપિયા સુધી સ્ટેન્ડર્ડ ડિડક્શન મળશે.
12:40 PM, 1 Feb

250 કરોડ ટર્નઓવર કરતી કંપનીઓ પર 25 ટકા ટેક્સ.
12:39 PM, 1 Feb

બજેટ વખતે સેન્સેક્સ 100 અંકો સાથે પડ્યો.
12:25 PM, 1 Feb

રેલ્વે બજેટ પર બોલતા અરુણ જેટલીએ કહ્યું કે બે વર્ષમાં 4267 જેટલા માનવ રહિત ક્રોસિંગને બંધ કરવામાં આવશે. સાથે જ ટ્રેનોમાં વાઇફાઇ સમેત સીસીટીવી કેમેરા જેવી સુવિધા લગાવવામાં આવશે. 25 હજારથી વધુ વસ્તીવાળા સ્ટેશન પર એસ્કેલેટર સમેત સીસીટીવીની સુવિધા સરકાર આપશે.
12:24 PM, 1 Feb

હવાઇ યાત્રાને પણ સુખદાયી અન સરળ બનાવવા માટે એરપોર્ટની સંખ્યામાં 5 ગણો વધારો કરવામાં આવશે.
12:24 PM, 1 Feb

રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યપાલનો પગાર વધશે. રાષ્ટ્રપતિને 5 લાખ, ઉપરાષ્ટ્રપતિને 4 લાખ, રાજ્યપાલને 3.5 લાખ વેતન મળશે. સાંસદોનું વેતન પણ 5 વર્ષમાં વધશે.
12:24 PM, 1 Feb

સોના પર નવી નીતિ આવશે. જેનાથી સોનાની ખરીદી અને તેને લાવવા લઇ જવામાં સરળતા રહેશે.
12:24 PM, 1 Feb

14 સરકારી કંપનીઓ શેરબજારમાં આવશે. બે સરકારી વીમા કંપની પણ શેરબજારમાં આવશે.
12:24 PM, 1 Feb

ઉદ્યોગો અને કારખાનાઓને 16 અંકોનો આધાર નંબર આપવામાં આવશે.
12:15 PM, 1 Feb

50 લાખ યુવાનોને નોકરી માટે તાલીમ આપવામાં આવશે.
12:15 PM, 1 Feb

રેલ્વે બજેટ માટે અરુણ જેટલીએ 1 લાખ 48 હજાર કરોડ રૂપિયા ફાળવ્યા છે. જેનો મોટો હિસ્સો પાટા અને ગેઝ બદલવાના ખર્ચમાં વાપરવામાં આવશે. સાથે જ રેલ્વે નેટવર્કને બ્રોડગ્રેજમાં ફેરવવામાં આવશે.
12:14 PM, 1 Feb

દેશભરમાં 18 આર્કિટેક્ચર અને પ્લાનિંગ સ્કૂલો શરૂ કરવામાં આવશે.
12:14 PM, 1 Feb

મુંબઇ લોકલનો વિસ્તાર વધારવામાં આવશે. આ માટે 90 કિમી રેલ પાટા નાખવામાં આવશે. અને દેશમાં નવા 600 સ્ટેશન બનાવવામાં આવશે.
12:12 PM, 1 Feb

બુલેટ યોજના માટે વડોદરાની રેલ્વે યુનિવર્સિટીમાં લોકોને પ્રશિક્ષિત કરવામાં આવશે.
12:11 PM, 1 Feb

બુલેટ યોજના માટે વડોદરાની રેલ્વે યુનિવર્સિટીમાં લોકોને પ્રશિક્ષિત કરવામાં આવશે.
12:06 PM, 1 Feb

અનુસૂચિત જાતિઓના વિકાસ માટે 56, 619 કરોડ રૂપિયા અને જનજાતિઓના વિકાસ માટે 39,135 કરોડ રૂપિયાની ફાળવણી મોદી સરકારના યુનિયન બજેટમાં કરવામાં આવી છે.
11:56 AM, 1 Feb

24 નવી મેડિકલ કોલેજ ખુલશે, ટીબી દર્દીઓને 6,000 કરોડની સહાય આપવામાં આવશે
11:56 AM, 1 Feb

આદિવાસી બાળકો માટે એકલવ્ય સ્કૂલ ખોલવામાં આવશે. બ્લેકબોર્ડની જગ્યાએ આ શાળાઓમાં ડિજિટલ બોર્ડ લાગશે.
11:56 AM, 1 Feb

શિક્ષાને લઇને અરુણ જેટલીએ મોટી જાહેરાત કરી. બાળકોને સ્કૂલ સુધી પહોંચડવા માટે સરકાર પ્રતિબદ્ધ છે. પ્રી નર્સરીથી 12માં ધોરણ સુધી શિક્ષણ મા્મલે ખાસ નીતિ બનાવવામાં આવશે.
11:56 AM, 1 Feb

વેપાર શરૂ કરવા માટે મુદ્રા યોજનામાં 3 લાખ કરોડનું ફંડ, 70 લાખ નવી નોકરીઓ ઊભી કરીશું સાથે જ નવા કર્મચારીઓને EPFમાં સરકાર 12 ટકા આપશે.
11:52 AM, 1 Feb

દરેક ત્રણ સંસદીય ક્ષેત્રો વચ્ચે એક મેડિકલ કોલેજ ખોલાનું લક્ષ્યાંક જેટલીએ બજેટમાં રજૂ કર્યું છે.
READ MORE

English summary
Union Budget 2018: Read here main points of Arun Jaitley's budget.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X