For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકાએ ભારત સાથેના 2+2 ડાયલોગને અનિવાર્ય કારણોથી ટાળ્યુ

અમેરિકાએ બુધવારે ભારતને જાણકારી આપી છે કે તેણે 2+2 ડાયલોગને રદ કરી દીધુ છે.

|
Google Oneindia Gujarati News

અમેરિકાએ બુધવારે ભારતને જાણકારી આપી છે કે તેણે 2+2 ડાયલોગને રદ કરી દીધુ છે. આગામી સપ્તાહે યોજાનારા આ ડાયલોગને અમેરિકાએ અનિવાર્ય કારણોથી સ્થગિત કર્યુ છે. વિદેશ મંત્રાલયના પ્રવકતા રવીશ કુમાર તરફથી બુધવારે ટ્વિટ કરીને આ વાતની જાણકારી આપવામાં આવી. આ ડાયલોગ માટે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ અને સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણ વોશિંગ્ટન જવાના હતા. અહીં બંને મંત્રીઓ પોતાના અમેરિકી સમકક્ષ માઈક પોપેયો અને જીમ મેટીસ સાથે ઘણા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવાના હતા.

2-2 dialogue

ગયા વર્ષે ડાયલોગ પર પરવાનગી અંગે સંમતિ થઈ હતી

રવીશ કુમારે વધુ એક ટ્વિટ કર્યુ અને તેમણે જણાવ્યુ કે અમેરિકી વિદેશ મંત્રી માઈક પોપેયોએ સુષ્મા સ્વરાજ સાથે વાત કરી છે અને બંને નેતા હવે આ ડાયલોગ માટે નવી તારીખો પર સંમત થયા છે. વહેલામાં વહેલી તકે આ નવી તારીખો વિશે જણાવવામાં આવશે. બંને દેશો વચ્ચે આ નવા પ્રકારના ડાયલોગ પર ત્યારે સંમતિ થઈ હતી જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગયા વર્ષે અમેરિકા ગયા હતા. જૂન 2017 માં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિમંત્રણ પર પીએમ મોદીએ વ્હાઈટ હાઉસનો પ્રવાસ કર્યો હતો અને બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થઈ. આ દરમિયાન બંને દેશ વાતચીતના આ નવા ફોર્મેટ માટે રાજી થયા હતા.

પહેલા પણ થયુ છે સ્થગિત

ગયા વર્ષે જૂન બાદ બંને દેશો વચ્ચે આ ડાયલોગ માટે ઘણી તારીખો પર વિચાર વિમર્શ થયુ અને અંતમાં છ જુલાઈની તારીખ પર સંમતિ થઈ. આ પહેલા આ વર્ષની શરૂઆતમાં પણ આ ડાયલોગ રદ કરવામાં આવ્યો હતો. તે સમયે અમેરિકાના વિદેશ મંત્રી પોપેયોના નામ પર અનિશ્ચિતતાના કારણે આ ડાયલોગ રદ કરવામાં આવ્યો હતો. એપ્રિલમાં પોપેયોના નામ પર મોહર લાગી છે. આ ડાયલોગ બંને દેશો વચ્ચેના રણનીતિક સંબંધો માટે એક નવુ પગલુ માનવામાં આવી રહ્યુ હતુ. માનવામાં આવી રહ્યુ હતુ કે જ્યારે સુષ્મા અને નિર્મલા સીતારમણ વોશિંગ્ટન જશે તો તે રણનીતિક, સુરક્ષા અને રક્ષા સહયોગને મજબૂત કરવા પર ચર્ચા કરશે.

English summary
US on Wednesday has postponed 2+2 dialogue with India due to unavoidable reasons. The dialogue was scheduled to be held next week in Washington.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X