વી સી શુક્લની હાલત ગંભીર પણ સ્થિર : ડોક્ટર્સ

ત્રેહાને જણાવ્યું કે તેમની હાલત ગંભીર પણ સ્થિર છે. તેઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. તેમનો ડાયાલિસિસ પણ કરવામાં આવી રહ્યો છે. અમે તેમના શરીરમાંથી ઝેરી પદાર્થો બહાર કાઢવાની પ્રયત્ન કરી રહ્યા છીએ. તેઓને લાંબા સમય સુધી આઇસીયુમાં રાખવા પડશે. તેમની ઉંમર વધારે હોવાથી તેમનો ઇલાજ લાંબા સમય સુધી ચાલશે. તેમના આંતરડા ઘવાયા છે જેથી તેમના શરીરમાં ઝેરી તત્વો ફેલાઇ ગયા છે.
ત્રેહાને એમ પણ જણાવ્યું કે શુક્લાને ત્રણ ગોળીઓ વાગી છે. બે ગોળીઓ તેમની છાતીમાં વાગી છે અને એક ગોળી તેમના પેટમાં વાગી છે. તેમના શરીરમાં કેટલાક અંગોના ટુકડા પણ થઇ ગયા છે. આ કારણે અમે તેમના પર કેટલાક ઓપરેશન્સ પણ કર્યા છે. આવી સ્થિતિમાં હંમેશા કિડની પર દબાણ રહે છે.












Click it and Unblock the Notifications
