For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતના નવા નૌસેના પ્રમુખ બન્યા એડમિરલ રોબિન ધોવન

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 17 એપ્રિલ : એડમિરલ રોબિન કે ધોવનને નકૌદળના નવા વડા તરીકે નિયૂક્ત કરાયા છે. 59 વર્ષના ધોવન 25 મહિના સુધી નૌકા દળના વડા તરીકેની જવાબદારી સંભાળશે. આ સમયગાળામાં તેમના માટે સૌથી મોટો પડકાર ભારતીય નૌકા દળને તેની ઝાંખી પડેલી શાનને ફરી તેજસ્વી બનાવવાનો રહેશે.

ધોવન ભારતના 22મા નૌસેના વડા બન્યા છે. નોંધનીય છે કે છેલ્લા 9 મહિનામાં ભારતીય નૌસેનાને નુકસાન પહોંચાડનારા 11 અકસ્માતો બન્યા છે. જેમાં 3 સબમરિનના અકસ્માતમનો પણ સમાવેશ થાય છે. આવી સ્થિતિમાં ભારતીય નૌસેનાની શાખને ધબ્બો લાગ્યો છે.

vice-admiral-robin-dhawan

મુંબઈમાં સબમરિન દુર્ઘટના બાદ નૌસેનાના વડા ડી કે જોશીએ રાજીનામું આપ્યાના બે મહિનાથી આ પદ ખાલી હતું. જે બાદ સંરક્ષણ મંત્રાલયે પીએમ ઓફિસ સમક્ષ તેમના નામની ભલામણ કરી હતી. જેને માન્ય રાખતા તેમની નિમણૂંક કરાઈ છે.

જોશીના રાજીનામા બાદથી તેઓ આર્મીના કાર્યકારી વડા તરીકે કારભાર સંભાળી રહ્યા હતા. તેમની સાથે વેસ્ટર્ન નેવી કમાન્ડર શેખર સિન્હા અને ઇસ્ટર્ન કમાન્ડર અનિલ ચોપડા પણ આ જવાબદારીમાં સામેલ હતા.

વાઇસ એડમિરલ સિન્હા આ ત્રણેયમાં ઉંમર પ્રમાણે સૌથી વરિષ્ઠ હતા, પરંતુ તેમના કમાન્ડ હેઠળ 14 જટેલા અકસ્માતો, જેમાં બે મોટા સબમરિન અકસ્માતનોને પગલે તેઓ આ રેસમાંથી બહાર રહ્યા.

એડમિરલ જોશીને નિવૃત્ત થવાના માત્ર 15 મહિના જ બાકી હતા. તેમણે ગત માસમાં જ INS સિંધુરત્નમાં થયેલી દુર્ઘટના બાદ રાજીનામું આપી દીધું હતું. આ ઘટનામાં બે નૌસેના અધિકારીઓના મોત થયા હતા.

English summary
Admiral Dhowan, 59, becomes the 22nd Naval Chief, but his 25 month long tenure will be keenly watched for the steps he takes to restore the glory of the force. In the past 9 months, there have been 11 accidents aboard Indian Navy assets, including three submarines.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X