For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: કાળી રાત્રે કાળુ નાણુ લેનારા કાળો ડોળ કરી રહ્યા છે: મોદી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 3 ફેબ્રુઆરી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં લોકોને ભારતીય જનતા પાર્ટીને વોટ કરવાની આજીજી કરી રહ્યા છે. મોદી દિલ્હીની જનતાનું હૃદય જીતવાની કોશીશ કરી રહ્યા છે. વડાપ્રધાન આ જ કોશીશ હેઠળ આજે પોતાની ત્રીજી ચૂંટણી સભાને સંબોધિત કરી રહ્યા છે. વડાપ્રધાનની સભા રોહિણીમાં છે. મોદીએ પોતાના સંબોધનની શરૂઆત લોકોના ધન્યવાદથી કરી.

મોદીએ લોકસભા ચૂંટણીમાં સાતેય બેઠકો પર વિજય અપાવવા માટે દિલ્હીની જનતાનો આભાર વ્યક્ત કરતા એકવાર ફરી ભાજપને જીત અપાવવાની અપીલ કરી. મોદીએ જણાવ્યું કે આ વખતે દિલ્હી ચૂંટણીમાં કિરણ બેદીના નેતૃત્વમાં ભાજપાને જીત મળશે. દિલ્હીને દુનિયાના અલગ અલગ દેશોની રાજધાનીનો માહોલ જોઇએ, વિકાસની જવાબદારી મારે નિભાવવાની છે. મોદીએ જણાવ્યું કે આપણે મળીને દેશની રાજધાનીને નવી ઊંચાઇઓ પર લઇ જવા માંગીએ છીએ.

modi
મોદીએ કોંગ્રેસ પર હુમલો કર્યો અને જણાવ્યું કે કોંગ્રેસ મોટી પાર્ટી હતી એટલા માટે તેમાં બર્બાદ કરવાની શક્તિ વધારે હતી, 16 વર્ષની બર્બાદીમાંથી મારે દેશને બહાર નીકાળવાનો છે. વડાપ્રધાન મોદીએ આમ આદમી પાર્ટીને મળેલ બે કરોડ રૂપિયાના ફંડને લઇને પાર્ટી સંયોજક અરવિંદ કેજરીવાલ પર સવાલ ઉઠાવ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે અડધી કાળી રાત્રે અને કાળા નાણાની કર્તૂતો ચાલતી રહી અને તેઓ ઇમાનદારીનો ડોળ કરતા રહ્યા.

કાળા ધનનો મુદ્દો ઉઠાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે જે નેતા સ્વિસ બેંકમાં કાળુ નાણું જમા કરાવનાર લોકોની સૂચિ ખિસ્સામા રાખીને ફરતો હતો, તેના ખાતામાં કોના રૂપિયા આવતા રહ્યા, તેની જાણકારી તેને છે જ નહીં. વડાપ્રધાન મોદીના સીધા નિશાના પર કેજરીવાલ અને તેમની પાર્ટી રહી. વડાપ્રધાને આપ અને કોંગ્રેસ પર જનતાનો વિશ્વાસ તોડવાનો આરોપ લગાવતા જણાવ્યું કે દેશ બદલાઇ ચૂક્યું છે. હવે દેશ વિશ્વાસના ત્રાજવે લોકોને તોલે છે.

વીડિયોમાં જુઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંપૂર્ણ ભાષણ....

English summary
Prime Minister Narendra Modi Addressing the election rally in Rohini.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X