નરેન્દ્ર મોદી ઇચ્છતા હતા કે બીજા લગ્ન કરી લે તેમની પત્ની જશોદાબેન!

Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 16 એપ્રિલ: આ લોકસભા ચૂંટણીમાં વાકયુદ્ધે આખા દેશમાં ગરમી ફેલાવી દીધી છે તો ત્યાં જ 'પુસ્તક પોલિટિક્સ' ગરમ હવાના થપેડા જેવું કામ કરે છે. સંજય બારુ અને પારિખના પુસ્તકોમાં વડાપ્રધાન મનમોહન સિંહને લઇને કરવામાં આવેલા ખુલાસા પર ચર્ચા હજી સુધી સમાપ્ત પણ નથી થઇ કે મોદીને લઇને એક પુસ્તકે નવો વિવાદ જગાવ્યો છે. આ પુસ્તકમાં નરેન્દ્ર મોદીના વિવાહીત જીવનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને તેને રાષ્ટ્રીય સ્વંયમ સેવક સંઘના પૂર્વ પ્રચારક વિજય નાહરે લખી છે.

લેખક વિજય નાહર અનુસાર નરેન્દ્ર મોદીના પિતા અને ઘરવાળા કોલેજનો અભ્યાસ પૂર્ણ થયા બાદ તેમના પર આણુ કરવાનું દબાણ નાખવા લાગ્યા. આની પર મોદીએ પોતાના પિતાને જણાવ્યું કે તે છોકરીવાળાઓને સ્પષ્ટ કહી દે કે હું લગ્ન નથી કરવાનો તેઓ પોતાની છોકરીના બીજે ક્યાંય લગ્ન કરી દે. કારણ કે નરેન્દ્ર મોદી આણુ કરીને ઘરસંસાર વસાવવા તૈયાર ન્હોતા.

નાહરે લખ્યું છે કે મોદીના લગ્ન ઘાંચી પરિવારની પરંપરા અનુસાર નાનપણમાં જ થઇ ગયા હતા. માટે આણું યુવાન અવસ્થામાં જ કરવાનું હતું. પરંતુ મોદીએ આણુ કરવા માટે ઇનકાર કરી દીધો. જોકે જશોદાબેન દ્વારા આપવામાં આવેલા ઇન્ટરવ્યૂ અનુસાર તેઓ લગભગ ત્રણ વર્ષ સુધી પોતાની સાસરીમાં રહી હતી. નાહરે પુસ્તકમાં લખ્યું છે કે મોદી રેલવે સ્ટેશન પર ચા અને પાણીની બોટલ વેચવાની સાથે સાથે એક ઓઇલ કંપનીમાં તેલના પીપળા ઉંચકતા હતા.

નરેન્દ્ર મોદીને એક પીપળું ઉચકવાના પાંચ પૈસા મળતા હતા. મોદી પોતાનો ખર્ચ જાતે ચલાવવા માટે આ મહેનત કરતા હતા. આ પુસ્તકમાં નરેન્દ્ર મોદી અને અરવિંદ કેજરીવાલની 14 પાનાના લેખ સાથે તુલના કરવામાં આવી છે. આ લેખમાં સોનિયા ગાંધી અને મનમોહન સિંહના ભવિષ્યફળની તુલના પણ મોદી સાથે કરવામાં આવી છે.

વિજય નાહરના પુસ્તકમાં મોદી વિશે શું છે ખાસ...

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી

મોદીને લઇને એક પુસ્તકે નવો વિવાદ જગાવ્યો છે. આ પુસ્તકમાં નરેન્દ્ર મોદીના વિવાહીત જીવનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને તેને રાષ્ટ્રીય સ્વંયમ સેવક સંઘના પૂર્વ પ્રચારક વિજય નાહરે લખી છે.

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી

અભ્યાસ બાદ મોદી પર આણુ કરવાનું દબાણ વધ્યું, જેની પર મોદીએ પોતાના પિતાને જણાવ્યું કે તે છોકરીવાળાઓને સ્પષ્ટ કહી દે કે હું લગ્ન નથી કરવાનો તેઓ પોતાની છોકરીના બીજે ક્યાંય લગ્ન કરી દે. કારણ કે નરેન્દ્ર મોદી આણુ કરીને ઘરસંસાર વસાવવા તૈયાર ન્હોતા.

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી

નાહરે લખ્યું છે કે મોદીના લગ્ન ઘાંચી પરિવારની પરંપરા અનુસાર નાનપણમાં જ થઇ ગયા હતા. માટે આણું યુવાન અવસ્થામાં જ કરવાનું હતું. પરંતુ મોદીએ આણુ કરવા માટે ઇનકાર કરી દીધો.

જશોદાબેનનું શું કહેવું છે...

જશોદાબેનનું શું કહેવું છે...

જોકે જશોદાબેન દ્વારા આપવામાં આવેલા ઇન્ટરવ્યૂ અનુસાર તેઓ લગભગ ત્રણ વર્ષ સુધી પોતાની સાસરીમાં રહ્યા હતા.

નરેન્દ્ર મોદીની મહેનત

નરેન્દ્ર મોદીની મહેનત

નાહરે પુસ્તકમાં લખ્યું છે કે મોદી રેલવે સ્ટેશન પર ચા અને પાણીની બોટલ વેચવાની સાથે સાથે એક ઓઇલ કંપનીમાં તેલના પીપળા ઉંચકતા હતા. નરેન્દ્ર મોદીને એક પીપળું ઉચકવાના પાંચ પૈસા મળતા હતા. મોદી પોતાનો ખર્ચ જાતે ચલાવવા માટે આ મહેનત કરતા હતા.

નરેન્દ્ર મોદી અને કેજરીવાલ

નરેન્દ્ર મોદી અને કેજરીવાલ

આ પુસ્તકમાં નરેન્દ્ર મોદી અને અરવિંદ કેજરીવાલની 14 પાનાના લેખ સાથે તુલના કરવામાં આવી છે. આ લેખમાં સોનિયા ગાંધી અને મનમોહન સિંહના ભવિષ્યફળની તુલના પણ મોદી સાથે કરવામાં આવી છે.

English summary
Vijay Nahar's book on Narendra Modi and his married life.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X