પ્રતાપગઢમાં ડીએસપી રેંકના અધિકારીની હત્યા

જિલ્લા પોલીસ મહાનિર્દેશક અરૂણ કુમારે પણ રવિવારે સવાતે ધટનાસ્થળે પહોંચી સ્થિતીની માહિતી મેળવી હતી. તેમની સાથે અલ્હાબાદ રેંજના આઇજી અને ડીઆઇજી રેંકના અધિકારી પણ હાજર રહ્યાં હતા. અધિકારીઓએ કહ્યું હતું કે વલીપુર ગાંમમાં હાલ સ્થિતી નિયંત્રણમાં છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે સીઓની મોતના કેસમાં પોલીસે ચાર લોકો વિરૂદ્ધ એફઆરઆઇ દાખલ કરી છે. આરોપીઓની ધરપકડ માટે પોલીસે મોડી રાત્રે જ કેટલીક જગ્યાએ રેડ પાડી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે કુંડાના વલીપુર ગાંમમાં શનિવારે મોડી રાત્રે બે ટુકડીઓ વચ્ચે થયેલા ઘર્ષણમાં સરપંચ સહિત બે લોકોના મોત નિપજ્યાં હતા. ધટનાની જાણકારી મળતાં ત્યારબાદ હિંસા રોકવા પહોંચેલા સીઓ જિયાઉલ હક પર ગ્રામજનોએ હુમલો કરી દિધો હતો, જેમાં તેમને ગંભીર ઇજા પહોંચી હતી. તેમને હોસ્પિટલ લઇ જવામાં આવી રહ્યાં હતા તે તેમને રસ્તામાં તેમને અંતિમ શ્વાસ લીધા હતા.
સીઓની મોતના સમાચાર મળતાં વલીપુરમાં મોડી રાત્રે ત્વરિત કાર્ય દળના જવાનોએ ભારે સંખ્યામાં પોલીસ દળની ટુકડીને તૈનાત કરી દિધી હતી. પોલીસ વલીપુરમાં સતત તપાસ અભિયાન ચલાવી રહી છે.












Click it and Unblock the Notifications
