અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાના ભારત પ્રવાસનો દેશવ્યાપી વિરોધ થશે
રાંચી, 7 જાન્યુઆરી: પ્રજાસત્તાક દિવસના અવસરે અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામા મુખ્ય અતિથિ તરીકે ભારત આવી રહ્યા છે. પરંતુ તેમના આ પ્રવાસનો અત્યારથી જ વિરોધ થવા લાગ્યો છે. માકપા નેતા વૃંદા કરાતે જણાવ્યું છે કે ઓબામાનો આખા દેશમાં વિરોધ કરવામાં આવશે.
કરાતે જણાવ્યું કે પ્રેસ કોન્ફ્રેંસ કરીને જણાવ્યું કે કેન્દ્રની મોદી સરકાર કોલસાનું ખાનગીકરણ કરીને પ્રાઇવેટ કંપનીઓને તેની ખુલ્લી છૂટ આપવા માગે છે. તેમણે જણાવ્યું કે કોલસા ટ્રેડ યૂનિયનની હડતાલ સરકારના વિરોધમાં ઐતિહાસિક હડતાળ રહી છે.

ઝારખંડની ચૂંટણી જીત્યા બાદ મોદી સરકારે પોતાનો નિર્ણય બદલી લીધો. કેન્દ્ર સરકાર વટહુકમ લાવીને ખેડૂતોની જમીન હડપવા માટે વ્યાપારીઓને ખુલ્લી છૂટ આપવા જઇ રહી છે.












Click it and Unblock the Notifications
