For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'આંખોની રોશની નથી છતાં સૃષ્ટિએ કર્યું નામ રોશન'

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

દામોહ, 22 મે: જીવન મુશ્કેલીઓ હોવા છતાં સખત પરિશ્રમનું ફળ જરૂર મળે છે જેને દમોહમાં રહેનારી સૃષ્ટિ તિવારી રિયલ લાઇફમાં સાર્થક કરી બતાવ્યું છે. અંધ સૃષ્ટિ તિવારીએ 12મા ધોરણની કલાક્ષેત્રે 96 ટકા (500માંથી 481 ગુણ) પ્રાપ્ત કરી મેરીટમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે.

અંધ હોવાના કારણે સૃષ્ટિ પોતે ભણી શકતી નથી. એવા સમયે તેના નાના-નાની તેને પુસ્તક વાંચી સંભળાવતા હતા અને યાદ કરાવતા હતા. તેને પરીક્ષા આપવા માટે રાઇટર મળ્યો હતો.

આવી મુશ્કેલ પરિસ્થિતીઓ હોવાછતાં સૃષ્ટિએ 500માંથી 481 ગુણ પ્રાપ્ત કર્યા છે. આ પહેલાં પણ તે હાઇસ્કૂલમાં ડિસએબલ્ડ કેટેગરીમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. સૃષ્ટિએ જણાવ્યું હતું કે પરિવાર, ટીચર્સ અને મિત્રોના સહયોગ વિના આ સફળતા મેળવવી અશક્ય હતી.

સૃષ્ટિ શહેરની જેપીબી ગર્લ્સ સ્કૂલમાં અભ્યાસ કરે છે અને તેના પિતા ઉદ્યોગ વિભાગમાં કામ કરે છે. સૃષ્ટિ અહીં પોતાના નાના-નાની અને મામા સાથે રહે છે. તેના માતા-પિતા સુનિતા અને સુનિલ તિવારી ભોપાલમાં રહે છે.

shrishti-tiwari

આવી વિકટ પરિસ્થિતીમાં લોકો પોતાના બાળકનો અભ્યાસ છોડાવી દે છે પરંતુ સૃષ્ટિની ભણવાની તીવ્ર ઇચ્છાને જોતા તેના માતા-પિતા અને નાના-નાનીએ તેની ભણવાની ઇચ્છા કરવાનું નક્કી કરી લીધું. નાના-નાનીએ જણાવ્યું હતું કે સૃષ્ટિ ભણવાનો શોક ધરાવતી હતી જેથી તેની સાથે મહેનત કરવાનો નિર્ણય કર્યો.

સૃષ્ટિએ જણાવ્યું હતું કે અંધ હોવાથી તેને જાતે ભણવામાં તકલીફ પડતી હતી. ત્યારે તેના નાના-નાની તેને વાંચીને તેને યાદ કરાવતા હતા. સૃષ્ટિએ આ પ્રકારે અલગ-અલગ પુસ્તકોની મદદથી પોતાના અભ્યાસક્રમને સમજી અને તૈયારી કરી. તે નાનપણથી જ આ પ્રકારે ભણતી આવી છે. વધુમાં તેને જણાવ્યું હતું કે તે યુપીએસસીમાં ટોપ કરી આઇએએસ બનવા માંગે છે અને પોતાના જેવા લોકોની મદદ કરવા માંગે છે.

સૃષ્ટિને સંગીત સાંભળવું ખૂબ ગમે છે. આ સાથે સાથે તેને વિવિધ પ્રકારના પુસ્તકો વાંચવાનો પણ શોક છે. ભૂગોળ, રાજકારણ, વિજ્ઞાન અને ઇતિહાસ જેવા વિષયોમાં સૃષ્ટિને ખાસ રૂચી છે.

સૃષ્ટિએ જણાવ્યું હતું કે અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવા માટે તેને સોશિયલ નેટવર્કિંગ સાઇટથી દૂર રહેવાનો નિર્ણય કરી લીધો હતો. સૃષ્ટિ કોઇપણ બિનજરૂરી ચીજમાં પોતાનો સમય નષ્ટ કરવા માંગતી નથી.

English summary
Shrishti Tiwari topped class 12 examination of Madhya Pradesh’s educational board. She secured 471 marks out of 500 to be the topper in arts stream in Damoh district.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X