For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આવતી વખતે વિપક્ષી નેતાઓને વિમાનની નીચે બાંધીને લઈ જાવ, ગણતરી કરવા નીચે ઉતારી દો

આતંકીઓની સંખ્યા પર ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે વિદેશ રાજ્યમંત્રી જનરલ વી કે સિંહે વિપક્ષ પર નિશાન સાધ્યુ છે.

|
Google Oneindia Gujarati News

બાલાકોટમાં ભારતીય વાયુસેના તરફથી કરાયેલ એર સ્ટ્રાઈકમાં માર્યા ગયેલ આતંકીઓની સંખ્યા અંગે રાજકીય ગતિરોધ બનેલો છે. કોંગ્રેસ સહિત ઘણી વિપક્ષી દળોના નેતાઓએ સરકારને પૂછ્યુ છે કે 250-300 કે પછી 350ના આંકડા ક્યાંથી આવ્યા? વિપક્ષી દળોનું કહેવુ છે કે સરકાર કેમ નથી જણાવતી કે કેટલા આતંકી તે એર સ્ટ્રાઈકમાં માર્યા ગયા. વળી, આતંકીઓની સંખ્યા પર ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે વિદેશ રાજ્યમંત્રી જનરલ વી કે સિંહે વિપક્ષ પર નિશાન સાધ્યુ છે.

‘જ્યારે બોમ્બ નીચે પડે તો ત્યાંથી જોઈ લે ટાર્ગેટ'

‘જ્યારે બોમ્બ નીચે પડે તો ત્યાંથી જોઈ લે ટાર્ગેટ'

જનરલ વી કે સિંહે વિપક્ષ પર પલટવાર કરતા કહ્યુ, ‘આવતી વખતે જ્યારે ભારત કંઈ કરે તો મને લાગે છે કે વિપક્ષી જે સવાલ ઉઠાવે છે, તેમને વિમાનની નીચે બાંધીને લઈ જાવ, જ્યારે બોમ્બ પડે ત્યારે ત્યાંથી જોઈ લે ટાર્ગેટ. પછી તેમને ત્યાં જ ઉતારી દે, પછી તે ગણી લે અને પાછા આવી જાય.' ‘મચ્છરોની ગણતરી...' વાળા ટ્વિટ પર તેમણે કહ્યુ કે 1000 કિલોના બોમ્બ વિસ્ફોટ બાદ શું લોકો નહિ મરી જાય? જો મરી ગયા, તો તમે માર્યા ગયેલા લોકોની સંખ્યાનું અનુમાન લગાવો છો. હું નથી જાણતો કે કોણ આને ગણવા ઈચ્છશેય આ દૂર્ભાગ્યની વાત છે.

‘માર્યા ગયેલા લોકો વિશે અનુમાન લગાવી શકીએ છીએ, કોણ ગણતરી કરવા ઈચ્છે છે'

આ પહેલા હરિયાણાના મંત્રી અને ભાજપ નેતા અનિલ વિજે ટ્વિટ કરીને વિરોધી નેતાઓ પર નિશાન સાધ્યુ હતુ. વિજે ટ્વિટ કર્યુ હતુ, ‘આવતી વખતે ભારત જ્યારે પાકિસ્તાનમાં છૂપાયેલા આતંકવાદીઓ પર બોમ્બ ફેંકે તો મહાગઠબંધનના કોઈ નેતાને નીચે ઉભા રાખી દેવાના જેથી તે જાતે લાશો ગણી શકે.'

એર સ્ટ્રાઈક બાદ ચાલુ છે રાજકારણ

એર સ્ટ્રાઈક બાદ ચાલુ છે રાજકારણ

તમને જણાવી દઈએ કે સરકાર તરફથી એર સ્ટ્રાઈકમાં માર્યા ગયેલા આતંકીઓનો હજુ સુધી કોઈ અધિકૃત આંકડો જાહેર કરવામાં આવ્યો નથી પરંતુ ભાજપ અધ્યક્ષ અમિત શાહે રવિવારે એક રેલીને સંબોધિત કરતા એ દાવો કર્યો હતો કે આ એર સ્ટ્રાઈકમાં 250થી વધુ આતંકવાદી માર્યા ગયા છે. અમિત શાહના આ નિવેદન બાદ હવે ઘણા વિપક્ષી દળોએ સવાલ ઉઠાવ્યો છે કે જ્યારે સરકારે કોઈ આંકડો નથી આપ્યો અને એરફોર્સે કંઈ જણાવ્યુ નથી તો અમિત શાહને કેવી રીતે ખબર પડી કે કેટલા આતંકી માર્યા ગયા.

આ પણ વાંચોઃ અક્ષયે કર્યો ફાયર સ્ટંટ, ગુસ્સે થયેલી ટ્વિંકલ બોલી 'આનાથી બચ્યા તો મારી દઈશ'આ પણ વાંચોઃ અક્ષયે કર્યો ફાયર સ્ટંટ, ગુસ્સે થયેલી ટ્વિંકલ બોલી 'આનાથી બચ્યા તો મારી દઈશ'

English summary
VK Singh's Dig At Opposition Over killed terrorists in air strike
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X