સામનાના સંપાદકીય ગુજરાતીઓને પ્રોત્સાહિત કરવા માટે નથી : આદિત્ય ઠાકરે

Google Oneindia Gujarati News

મુંબઇ, 5 મે : શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેએ સામનાના સંપાદકીય ગુજરાતીઓને પ્રોત્સાહિત કરવા નથી એવું નિવેદન આપીને વિવાદનો વમળ ઉભો કર્યો છે. આદિત્યએ આપેલા નિવેદન બાદ સામનાએ પણ આ મુદ્દે સ્પષ્ટતા આપી છે.

ઉલ્લેખનીય છે કે શિવસેનાના મુખપત્ર સામનાના નવા અંકમાં ગુજરાતી સમુદાય વિરોધી સંપાદકીય પ્રકાશિત થતા વિવાદ સર્જાયો છે. શિવસેનાએ આ મુદ્દે પોતાને અલગ કરતા કહ્યું છે કે પાર્ટી સામનામાં પ્રકાશિત સંપાદકીય લેખ સાથે સહમત નથી. જોકે આ મુદ્દે સામનાએ સ્પષ્ટતા કરી છે કે આદિત્ય ઠાકરે તેમના આ લેખને સમર્થન આપ્યું છે. મહત્વું છે કે શિવસેનાના મુખપત્ર સામનામાં ભાજપના વડાપ્રધાન પદના દાવેદાર નરેન્દ્ર મોદીની રેલીઓમાં હાજર રહેલા ગુજરાતી સમુદાયની ટીકા કરવામાં આવી હતી.

aditya-uddhav-tahckeray

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પહેલી મેના રોજ સામનામાં પ્રકાશિત લેખ મુદ્દે કહ્યું કે શહેરમાં મરાઠીઓ અને ગુજરાતીઓ વચ્ચેના સંબંધો મજબૂત બને તેવું શિવસેના ઈચ્છે છે. ઉદ્ધવ ઠાકરે યુરોપ પ્રવાસે હતા આ દરમિયાન તેમણે આ નિવેદન જાહેર કર્યું હતું. આ નિવેદનમાં તેમણે કહ્યું કે લોકો ગુજરાતીઓ અને મરાઠીઓ વચ્ચે અંતર પેદા કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

જોકે સામના મુખ્ય સંપાદક સંજય રાઉતના બચાવમાં આદિત્ય આવ્યો છે. મળતા સમાચારો પ્રમાણે આ સંપાદકીય લેખ બાદથી શિવસેનામાં આંતરિક ખળભળાટ મચી જવા પામ્યો છે. સામનાએ ટ્વીટર પર આ મુદ્દે સ્પષ્ટતા કરતા લખ્યું છે, આદિત્ય ઠાકરેએ સામનામાં પ્રકાશિત આ સંપાદકીય લેખને ટેકો આપ્યો છે.

વધુમાં એવો પણ ઉલ્લેખ કર્યો છે કે આ લેખમાં મુંબઈના ગુજરાતીઓને નિશાન નથી બનાવ્યા, પરંતુ આદિત્યના નિવેદનનું ખોટું અર્થઘટન કરાયું છે. શિવસેનાએ સ્પષ્ટતા કરવી પડી છે કે આ લેખ દ્વારા તેઓ મુંબઈના કોઈ પણ સમુદાયની ટીકા નથી કરતા, તેમનું માનવું છે કે મહારાષ્ટ્રના વિકાસમાં મરાઠીઓ જેટલો જ ફાળો ગુજરાતીઓનો પણ છે.

English summary
Shiv Sena president Uddhav Tahckeray's Son Aaditya Thackeray stire controvercy saying We do not endorse Saamana editorial on Gujaratis. After Aaditya's statment Saamana team gave clarification.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X