For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દાઉદ ઇબ્રાહિમને ટૂંક સમયમાં પકડી પાડવામાં આવશે: શિંદે

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 2 સપ્ટેમ્બર: પોતાના કાર્યકાળ દરમિયાન ઇચ્છિત આતંકવાદીઓની ધરપકડથી ઉત્સાહિત કેન્દ્રિય ગૃહ મંત્રી સુશીલ કુમાર શિંદેએ સોમવારે કહ્યું હતું કે ભારતના 'મોસ્ટ વોન્ટેડ' ગુનેગાર અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઇબ્રાહીમને ભારત લાવીને તેના વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

સુશીલ કુમાર શિંદેએ સંવાદદાતાએ કહ્યું હતું કે 'અમે એક-એક કરીને (એવા લોકોને) બધાને લાવીશું. ફક્ત રાહ જુઓ.' તેમને પ્રશ્ન કરવામાં આવ્યો હતો કે શું દાઉદની ધરપકડ કરી ભારતમાં પરત લાવવાની કોઇ આશા છે?

મોટાપાયે ગેરકાનૂની વેપારમાં લુપ્ત અંડરવર્લ્ડ ડોન દાઉદ 1993ના મુંબઇ બ્લાસ્ટ બાદ ભારતનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી બન્યો. તેના પર મુંબઇ વિસ્ફોટનું કાવતરું રચવાનો અને તેના માટે નાણાં પુરા પાડવાનો આરોપ છે.

અમેરિકાના અનુસાર દાઉદના આતંકવાદી સંગઠન અલ કાયદા સાથે ગાઢ સંબંધ છે. પરિણામસ્વરૂપ અમેરિકાએ તેને 'આંતરરાષ્ટ્રીય આતંકવાદી' જાહેર કર્યો છે અને દુનિયાભરમાં તેની સંપત્તિને જપ્ત કરવા તથા તેની ગતિવિધિઓ પર કાર્યવાહી કરવાના પ્રયત્નમાં સંયુક્ત રાષ્ટ્ર સમક્ષ ગુહાર લગાવી છે. માનવામાં આવે છે કે દાઉદ ઇબ્રાહિમ પાકિસ્તાનમાં રહે છે.

ગૃહમંત્રીના રૂપમાં સુશીલ કુમાર શિંદેના કાર્યકાળ દરમિયાન સુરક્ષા એજન્સી સૈયદ જબીઉદ્દીન અંસારી ઉર્ફે અબૂ જંદલ, ફસીહ મહમૂદ, અબ્દુલ કરીમ ટુંડા અને યાસીન ભટકલ સહિત કેટલાક આતંકવાદીઓને ભારત લાવવામાં સફળ રહી. સુશીલ કુમાર શિંદે ગત 31 જુલાઇના રોજ ગૃહમંત્રી બન્યા હતા.

sushil-kumar-shinde

લશ્કર-એ-તોઇબાના આતંકવાદી જંદલ અમદાવાદ રેલવે સ્ટેશન, ઔરગાબાદ હથિયાર કેસનો આરોપી છે. તે જર્મન બેકરી વિસ્ફોટ કેસમાં સહ આરોપી છે. તેને જૂન 2012માં સાઉદી અરબથી ભારત લાવવામાં આવ્યો હતો.

લશ્કર આતંકી ફસીહ મહમૂદ 2010માં બેંગ્લોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં થયેલા વિસ્ફોટ તથા દિલ્હીમાં જામા મસ્જિદ નજીક થયેલા આતંકી હુમલામાં કથિત રીતે સામેલ હતો. તેની સાઉદી અરબમાંથી ધરપકડ કરવામાં આવી હતી પછી તેને ભારત લાવવામાં આવ્યો હતો.

અબ્દુલ કરીમ ટુંડા પર નવી દિલ્હી, પાણીપાત, સોણીપત, લુધિયાણા, કાનપુર અને વારાણસીમાં ડિસેમ્બર 1996 થી જાન્યુઆરી 1998 વચ્ચે થયેલા વિસ્ફોટનો આરોપ છે. તેને ગત મહિને ભારત-નેપાળ બોર્ડર પરથી ઝડપી પાડવામાં આવ્યો હતો.

ઇન્ડિયન મુજાહિદ્દીનના સહ સંસ્થાપક યાસીન ભટકલ ઉર્ફે સૈયદ મોહંમદ અહમદ જરાત સિદ્દિબાપા વિસ્ફોટના લગભગ 40 કેસમાં સંડોવાયેલો છે અને તેના પર 35 લાખ રૂપિયાનું ઇનામ હતું. યાસીન ભટકલની ગત ગુરૂવારે ભારત-નેપાળ બોર્ડર પરથી ધરપકડ કરવામાં આવી હતી.

English summary
Home Minister Sushilkumar Shinde on Monday said underworld don and India's most wanted fugitive Dawood Ibrahim will be also brought back to India to face justice.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X