For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

BSFના હાથ લાગી મોટી સફળતા, પાકિસ્તાન સીમા પાસે હથિયારોનો જથ્થો જપ્ત કરાયો

સીમા સુરક્ષા બળના હાથ એક મોટી સફળતા હાથ લાગી છે જ્યાં તેમણે પંજાબના ફિરોઝપુર જિલ્લામાં સીમા ચોરી પાસે હથિયરાોની ખેપ જપ્ત કરી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ સીમા સુરક્ષા બળના હાથ એક મોટી સફળતા હાથ લાગી છે જ્યાં તેમણે પંજાબના ફિરોઝપુર જિલ્લામાં સીમા ચોરી પાસે હથિયરાોની ખેપ જપ્ત કરી છે. ત્યારબાદથી આસપાસના વિસ્તારોમાં સાવચેતી રૂપે સર્ચ ઑપરેશન ચલાવવામાં આવી રહ્યુ છે. વળી, જવાનોની આ સફળતા પર બીએસએફના ડીજીએ તેમને અભિનંદન પાઠવ્યા છે. બીએસએફ અધિકારીઓના જણાવ્યા મુજબ શનિવારે સવારે 7 વાગે અબોહર(નવા ગજનીવાલા ચોકી) પાસે પીળા રંગની એક પ્લાસ્ટિક બેગ મળી.

pak

આ પ્લાસ્ટિક બેગ ઝીરો લાઈન ટ્રેક (ભારત તરફ) પર હતી. ત્યારબાદ આસપાસના વિસ્તારમાં જ્યારે જવાનોની તપાસ કરી તો વધુ એક બેગ મળી આવી જે ત્યાંથી લગભગ 2 મીટરના અંતરે હતુ. આમાં મોટી સંખ્યામાં હથિયાર જપ્ત થયા છે. જપ્ત કરાયેલ હથિયારોમાં એકે-47 રાઈફલ, 6 મેગેઝીન અને 91 રાઉન્ડઝ, બે એમ-16 રાઈફલ સાથે 4 મેગેઝીન-57 રાઉન્ડ અને બે પિસ્ટલ સાથે 4 મેગેઝીન તેમજ 20 રાઉન્ડ શામેલ છે.

તમને જણાવી દઈએ કે પંજાબ અને જમ્મુ કાશ્મીર પાસેની પાકિસ્તાન સીમા ઘણી સંવેદનશીલ માનવામાં આવે છે. અહીંથી રોજેરોજ પાકિસ્તાન સમર્થિત આતંકી હથિયાર અને ડ્રગ્ઝ ભારત મોકલવાની ફિરાકમાં રહે છે. જો કે મોટાભાગના કેસમાં બીએસએફના જવાબ પાકિસ્તાનના મનસૂબાને નિષ્ફળ કરી દે છે. હમણા થોડા દિવસ પહેલા જમ્મુના સાંબા સેક્ટરમાં બીએસએફે એક સુરંગ શોધીને ઘૂસણખોરોના એક મોટા ષડયંત્રને નિષ્ફળ કરી દીધુ હતુ. આ દરમિયાન સુરંગમાં પાકિસ્તાન નિર્મિત બોરીઓ મળી હતી.

દૂધ વેચીને ગુજરાતની આ મહિલા કમાઈ રહી છે વર્ષના 1 કરોડથી વધુદૂધ વેચીને ગુજરાતની આ મહિલા કમાઈ રહી છે વર્ષના 1 કરોડથી વધુ

English summary
Weapon consignment seized by BSF near pakistan border in punjab.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X