Pulwama Attack: પિતાની વર્દી પહેરી બે વર્ષના દીકરીએ અંતિમ સલામી આપી
પુલવામાં આતંકી હુમલામાં શહીદ થયેલા સૈનિક સી શિવચંદ્રનના બે વર્ષના દીકરા શિવમુનિયાનને રક્ષામંત્રી નિર્મલા સીતારમન સહીત બધા જ લોકો જોઈને હેરાન થઇ ગયા હતા
પુલવામાં આતંકી હુમલામાં શહીદ થયેલા સૈનિક સી શિવચંદ્રનના બે વર્ષના દીકરા શિવમુનિયાનને રક્ષામંત્રી નિર્મલા સીતારમન સહીત બધા જ લોકો જોઈને હેરાન થઇ ગયા હતા. શિવમુનિયાને પોતાના પિતાને અંતિમ વિદાય આપતા શ્રદ્ધાંજલિ આપી. તેની માતા કાંતિમતી ગર્ભવતી છે. શહીદ થયેલા સૈનિક સી શિવચંદ્રન તામિલનાડુના અરીયાળુંર જિલ્લાના કરકુંડી ગામના રહેવાસી છે. તેમના સાળા વી અરુણે ન્યુઝ એજન્સી પીટીઆઈ સાથે વાતચીતમાં જણાવ્યું કે સી શિવચંદ્રન એક મહિનાની રજા વિતાવીને 9 ફેબ્રુઆરીએ ઘરેથી ડ્યુટી પર જવા માટે નીકળ્યા હતા.

અરુણે જણાવ્યું કે શિવમુનિયાન હવે તેના પિતાનો ચહેરો એક ફોટોમાં યાદ રાખશે. અરુણે જણાવ્યું કે સી શિવચંદ્રને ઇતિહાસમાં પોસ્ટ ગ્રેજ્યુએટ કર્યું હતું. તેમને વર્ષ 2010 દરમિયાન સીઆરપીએફમાં નોકરી શરુ કરી હતી. તેઓ ખુબ જ બહાદુર અને ખુશમિજાજ વ્યક્તિ હતા. હુમલાના થોડા કલાક પહેલા જ તેમને પોતાની પત્નીને લગભગ 12 વાગ્યે ફોન કર્યો હતો. પુલવામાં આતંકી હુમલામાં શહીદ થયેલા સૈનિક સી શિવચંદ્રનના પિતાએ રડતા રડતા જણાવ્યું કે તેમનો દીકરો દેશની સુરક્ષા કરવા માટે ગયો હતો પરંતુ પરિવારની સુરક્ષા ના કરી શક્યો.
આ પણ વાંચો: પુલવામાઃ આતંકીઓ સામેના એન્કાઉન્ટરમાં સેનાના મેજર અને ત્રણ જવાન શહીદ
પુલવામાં આતંકી હુમલામાં શહીદ થયેલા સૈનિક સી શિવચંદ્રનની પત્ની કાંતિમતી એક નર્સ છે. તેમનો પરિવાર અને સ્થાનીય સમુદાય ઈચ્છતો હતો કે સરકાર તેમને એક સુરક્ષિત અને સારી નોકરી આપે. તામિલનાડુ સરકારે પરિવારને રાહત રૂપે 20 લાખ રૂપિયા અને પરિવારના એક વ્યક્તિને સરકારી નોકરી આપવાની ઘોષણા કરી છે.
આ પણ વાંચો: કાશ્મીરમાં સેનાએ શરૂ કર્યું 'ઓપરેશન-25', તૈયાર થઈ આતંકીઓની કુંડલી












Click it and Unblock the Notifications
