For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Weather Warning : કેરળ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી

ભારે વરસાદને કારણે દેશના ઘણા રાજ્યોમાં આપત્તિ સર્જાઈ છે. IMD એ તેના લેટેસ્ટ અપડેટમાં જણાવ્યું છે કે, કેરળમાં આગામી 4 દિવસ સુધી ભારે વરસાદની સંભાવના છે, તેથી અહીં એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

|
Google Oneindia Gujarati News

Weather Warning : ભારે વરસાદને કારણે દેશના ઘણા રાજ્યોમાં આપત્તિ સર્જાઈ છે. IMD એ તેના લેટેસ્ટ અપડેટમાં જણાવ્યું છે કે, કેરળમાં આગામી 4 દિવસ સુધી ભારે વરસાદની સંભાવના છે, તેથી અહીં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હવામાન વિભાગનું કહેવું છે કે, રાજ્યના કેટલાક જિલ્લાઓમાં 20 સેમી સુધી વરસાદ પડી શકે છે, તેથી કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અને કેટલાક જિલ્લાઓમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

rain

કોટ્ટાયમ, એર્નાકુલમ અને ઇડુક્કીમાં ઓરેન્જ એલર્ટ

કોટ્ટાયમ, એર્નાકુલમ અને ઇડુક્કીમાં ઓરેન્જ એલર્ટ

વરસાદ દરમિયા દરિયામાં ભારે પવન અને તોફાનની સંભાવના છે, જેના કારણે માછીમારોને આગામી 4 દિવસ સુધી કેરળ અને લક્ષદ્વીપ કિનારે જવાનું બંધ કરીદેવામાં આવ્યું છે. કેરળમાં તિરુવનંતપુરમ, કોલ્લમ, પઠાણમથિટ્ટા, અલપ્પુઝા, કોટ્ટાયમ, એર્નાકુલમ અને ઇડુક્કીમાં ઓરેન્જ એલર્ટ અમલમાં છે.

ચક્રવાતી પરિભ્રમણ

ચક્રવાતી પરિભ્રમણ

IMD અનુસાર અરબી સમુદ્ર ઉપર ચક્રવાતી પરિભ્રમણ ચાલુ છે, જેના કારણે આગામી 4 દિવસ સુધી કેરળ, કર્ણાટક અને તમિલનાડુમાં ભારે વરસાદની સંભાવના છે.

હવામાન વિભાગે આંદામાન નિકોબાર, તમિલનાડુ, પોંડીચેરી, કારાયકલ, કેરળ, માહે અને કરાઈકાલમાં ભારે વરસાદની સાથે વીજળી પડવાની સંભાવના વ્યક્ત કરી છે.

કેરળ સહિત દક્ષિણ ભારતમાં ભારે વરસાદની આગાહી

કેરળ સહિત દક્ષિણ ભારતમાં ભારે વરસાદની આગાહી

આ સાથે હવામાનની માહિતી આપતી ખાનગી સંસ્થા સ્કાયમેટે પણ કેરળ સહિત દક્ષિણ ભારતમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. સ્કાયમેટના જણાવ્યાઅનુસાર, પૂર્વ-મધ્ય બંગાળની ખાડી અને નજીકના વિસ્તારોમાં લો પ્રેશર એરિયા બન્યું છે. જે દક્ષિણ કિનારે આગળ વધી રહ્યું છે, જેના કારણે કેરળ, કર્ણાટક અનેઆંધ્રપ્રદેશમાં ભારે વરસાદની સંભાવના છે.

ભારે વરસાદની શક્યાતાના પગલે અપાયું એલર્ટ

ભારે વરસાદની શક્યાતાના પગલે અપાયું એલર્ટ

આગામી 24 કલાક દરમિયાન આંદામાન-નિકોબાર, પશ્ચિમ બંગાળ, ઓડિશા, આંધ્રપ્રદેશ, કર્ણાટક, કેરળ, ઝારખંડ, છત્તીસગઢ, સિક્કિમ, ઉત્તર-પૂર્વ ભારત, તમિલનાડુ,તેલંગાણામાં ભારે વરસાદની સંભાવના છે, જે કારણે આ રાજ્યોમાં ભારે વરસાદના પગલે એલર્ટ અપાયું છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં ભારે વરસાદ

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં ભારે વરસાદ

જો કેરળની વાત કરવામાં આવે તો સ્કાયમેટના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં ભારે વરસાદ નોંધાયો છે. બુધવારના રોજ કોઝીકોડમાં 61 મીમી, કન્નૂર85 મીમી, કરીપુર 33 મીમી, વાલપરાઇ 25 મીમી, અલપ્પુઝા 6 મીમી અને પુનાલુર 11 મીમી વરસાદ નોંધાયો હતો. આવનારા ત્રણ દિવસમાં કેરળમાં આવો જ ભારેવરસાદ થવાની સંભાવના છે.

English summary
Heavy rains have caused disasters in many states of the country. "Kerala is likely to receive heavy rains for the next four days, so an alert has been issued here," IMD said in its latest update.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X