For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઈન્ડિયા બેંકિંગ કૉન્ક્લેવઃ બેંકો માટે શું શ્રેષ્ઠ, ખાનગીકરણ કે વિલય?

બેંકિંગ સેક્ટર માટે સૌથી શ્રેષ્ઠ શું છે, ખાનગીકરણ કે મર્જર? શું સરકારે બેંકિંગ સેક્ટરમાં દખલગીરી ખતમ કરીને ખાનગી હાથોમાં સોંપી દેવું જોઈએ?

|
Google Oneindia Gujarati News

બેંકિંગ સેક્ટર માટે સૌથી શ્રેષ્ઠ શું છે, ખાનગીકરણ કે મર્જર? શું સરકારે બેંકિંગ સેક્ટરમાં દખલગીરી ખતમ કરીને ખાનગી હાથોમાં સોંપી દેવું જોઈએ? પરંતુ એક સવાલ એ પણ છે કે દખલ ખતમ કર્યા બાદ શું સરકાર બેંકો દ્વારા લાગુ થનાર યોજનાઓ પર કામ કરાવી શકશે? આ સવાલોના જવાબ સહેલા નથી. આ બહુ અઘરા સવાલો છે જે આજે સામે આવીને ઉભા છે. ઈન્ડિયા બેંકિંગ કૉન્ક્લેવ 2018માં આ તમામ સવાલોના જવાબ શોધવામાં આવશે. 23 અને 24 ઓગસ્ટે નવી દિલ્હી સ્થિત આઈટીસી મૌર્યાના કમલ મહલમાં યોજાનાર આ કૉન્ક્લેવનું આયોજન સેન્ટર ફૉર ઈકોનોમિક પૉલિસી એન્ડ રિસર્ચ તરફથી કરવામાં આવી રહ્યું છે, જેનું નોલેજ પાર્ટનર નીતિ આયોગ છે.

india banking conclave

મંગળવારે નવી દિલ્હી સ્થિત કૉન્સ્ટીટ્યૂશનલ ક્લબમાં ઈન્ડિયા બેંકિંગ કૉન્ક્લેવ 2018ના મુખ્ય એડવાઈઝર અને ભારતીય જનતા પાર્ટીના ઈકોનોમિક અફેર્સના રાષ્ટ્રીય પ્રવક્તા ગોપાલ કૃષ્ણ અગ્રવાલે જણાવ્યું કે કાર્યક્રમના દરેક સેશનમાં ચાર પ્રમુખ ક્ષેત્રોના લોકોને પેનલ ડિસ્કશનમાં રાખવામાં આવ્યા છે. પહેલું છે પબ્લિક સેક્ટર બેંક, બીજા રેગ્યુલેટર તરફથી, ત્રીજા કન્ઝ્યૂમર તરફથી અને ચોથા હશે સંશોધકો. આવી રીતે દરેક પ્રકારના પાસા સામે આવશે અને યોગ્ય સાર કાઢવામાં મદદ મળશે.

વધુ વાંચોઃ શાહ અને જેટલી સહિતની હસ્તીઓ ઈન્ડિયા બેંકિંગ કૉન્ક્લેવમાં કરશે સંબોધન

ગોપાલ કૃષ્ણ અગ્રવાલે જણાવ્યું કે ઈન્ડિયા બેંકિંગ કૉન્ક્લેવ 2018માં ખાનગીકરણ વિરુદ્ધ વિલીનીકરણ પર પણ ડિબેટ રાખવામાં આવી છે. આ દિવસોમાં આ મુદ્દાઓ પર ભારે વિવાદ થઈ રહ્યો છે. આગામી દિવસોમાં શું સારું છે? ખાનગરીકરણ તરફ આગળ વધવું જોઈએ કે પછી મર્જર યોગ્ય રસ્તો છે. જેમ કે કેટલાક દિવસો પહેલા એસબીઆઈમાં કેટલીય બેંકોનું મર્જર કરવામાં આવ્યું. પબ્લિક સેક્ટર બેંક છે, પ્રાઈવેટ સેક્ટર બંકે છે, ગ્રામિણ બેંક છે, અર્બન બેંક છે. શું આમને પણ ખાનગી હાથોમાં સોંપી દેવી જોઈએ કે પછી આ બેંકોનું મર્જર કરી દેવું જોઈએ? આ એક મોટો સવાલ છે, જેના પર વ્યાપક ચર્ચા થવી જરૂરી છે.

વધુ વાંચોઃ 23-24 ઓગસ્ટે યોજાશે ઈન્ડિયા બેંકિંગ કૉન્ક્લેવ, બેંકોની હાલત સુધારવા પર અપાશે ભાર

ગોપાલ કૃષ્ણ અગ્રવાલે જણાવ્યું કે કૉન્ક્લેવમાં વધુ એક મહત્વના મુદ્દા પર ચર્ચા થશે. શું સરકારે બેંકિંગ સેક્ટરથી બહાર આવીને તેને ખાનગી હાથોમાં સોંપી દેવી જોઈએ? શું સરકારે તમામ દખલગીરી બંધ કરી દેવી જોઈએ? પરંતુ એક તર્ક એવો પણ છે કે યોજનાઓ લાગુ કરવા માટે સરકારને બોંકોની મદદની જરૂર પડતી હોય છે. એવામાં જો સરકાર બેંકોમાં દખલગીરી ખતમ કરી દે તો શું યોજનાઓ લાગુ કરવી શક્ય હશે?

વધુ વાંચોઃ ઈન્ડિયા બેંકિંગ કૉન્ક્લેવ 2018: મોદી સરકારના બિગ બેંકિંગ રિફોર્મ અને ફ્યૂચર રોડમેપ પર રહેશે ફોકસ

ઈન્ડિયા બેંકિંગ કૉન્ક્લેવ 2018ના ફર્સ્ટ સેશનમાં ઈન્ડિયન ડેબ્ટ, ઈન્ટિડન પ્રોબ્લેમ અને ઈન્ડિયન સોલ્યૂશન પર ચર્ચા થશે. ડેવલપમેન્ટ ફાઈનાન્સિયલ ઈન્સ્ટિટ્યૂટનું કોમર્શિયલ બેંકિંગમાં આવવું યોગ્ય છે? 'ફંડિંગ ઑફ અનફંડેડ' જેવા મુદ્દાઓ પર પણ કૉન્ક્લેવમાં રહેશે. ઈન્ડિયા બેંકિંગ કૉન્ક્લેવ 2018માં કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી અરુણ જેટલી, પીયૂષ ગોયલ, સુરેશ પ્રભુ સહિત બેંકિંગ સેક્ટરની કેટલીય હસ્તીઓ હાજર રહેશે. ઈન્ડિયા બેંકિંગ કૉન્ક્લેવ 2018ના આયોજનમાં જે કોઈપણ વાતો નીકળીને સામે આવશે તેના પર સીઈપીઆર અને નીતિ આયોગ બંને રિપોર્ટ તૈયાર કરીને સરકારને સોંપશે.

English summary
big debate in India Banking Conclave 2018: what is good for banks, privatization or mergers?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X