For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો, શું છે પબ્લિક સેફ્ટી એક્ટ, જે અંતર્ગત ફારુક અબ્દુલ્લાની થઈ છે અટકાયત

સોમવારે સુપ્રીમ કોર્ટમાં જમ્મુ કાશ્મીરમાંથી કલમ આર્ટિકલ 370 હટાવવા અંગેની એક અરજી પર સુનાવણી થઈ. સુપ્રીમ કોર્ટમાં અબ્દુલ્લાની અટકાયત મામલે પણ અરજી પર સુનાવણી થઈ.

|
Google Oneindia Gujarati News

સોમવારે સુપ્રીમ કોર્ટમાં જમ્મુ કાશ્મીરમાંથી કલમ આર્ટિકલ 370 હટાવવા અંગેની એક અરજી પર સુનાવણી થઈ. સુપ્રીમ કોર્ટમાં અબ્દુલ્લાની અટકાયત મામલે પણ અરજી પર સુનાવણી થઈ. આ દરમિાયન કેન્દ્ર સરકાર તરફથી કોર્ટમાં હાજર સોલિસિટર જનરલે માહિતી આપી કે તેમની પબ્લિક સેફ્ટી એક્ટ અંતર્ગત અટકાયત કરાઈ છે. પાંચ ઓગસ્ટે કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યો હતો અને ત્યારથી જ તેમને નજરબંધ કરાયા અંગે માહિતી આપી. ચાલો તમને જણાવી દઈએ કે PSA શું છે અને આ કાયદા અંતર્ગત કેટલા સમય સુદી તેમને નજરબંધ રાખી શકાય છે.

ટ્રાયલ વગર બે વર્ષ સુધી અટકાયત

ટ્રાયલ વગર બે વર્ષ સુધી અટકાયત

PSA અંતર્ગત સરકાર કોઈને પણ ટ્રાયલ વગર 2 વર્ષ સુધી નજરબંધ રાખી શકે છે. અબ્દુલ્લાને PSA અંતર્ગત નજરબંધ રાખવાનો નિર્ણય રવિવારે રાત્રે લેવાયો હતો. અબ્દુલ્લા પહેલા કાશ્મીરના પૂર્વ IAS અધિકારી અને નેતા શાહ ફૈઝલને આ કાયદા અંતર્ગત નજરબંધ કરાયા છે. PSA બાદ તેમના ઘરને વૈકલ્પિક જેલમાં પરિવર્તિત કરી દેવાયું છે. તેઓ પોતાના ઘરમાં જ રહેશે. જો કે તેમના મિત્રો અને સંબંધીઓને મળવા પર કોઈ પ્રતિબંધ નથી. આ કાયદા અંતર્ગત સરકાર તરફથી કેટલાક અલગાવવાદી નેતાઓને અટકાયતમાં રખાયા છે, અને દર વખતે અલગાવવાદી નેતાઓને આ કાયદા અંતર્ગત અટકાયતમાં રખાયા બાદ ખીણમાં હોબાળો થઈ ચૂક્યો છે.

ફારુખ અબ્દુલ્લાના પિતા લાવ્યા હતા કાયદો

ફારુખ અબ્દુલ્લાના પિતા લાવ્યા હતા કાયદો

આ કાયદાને સન 1978માં લવાયો હતો. ફારુખ અબ્દુલ્લાના પિતા શેખ અબ્દુલ્લાએ જ આ કાયદો કાશ્મીર ખીણમાં લાગુ કર્યો હતો. કાયદો લાગૂ થવા સમયે શેખ અબ્દુલ્લા જ જમ્મુ કાશ્મીરના સીએમ હતા. તે સમયે કાયદો લાગુ કરવાનો ઉદ્દેશ્ય લાકડાની ચોરી રોકવાનો હતો. બાદમાં આ કાયદાનો ઉપયોગ આતંકવાદ રોકવા માટે પણ કરવામાં આવ્યો. આ કાયદા અંતર્ગત સરકાર કોઈ વિસ્તારને સંરક્ષિત જાહેર કરી શકે છે અને બાદમાં ત્યાં નાગરિકોના આવવા જવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ જબરજસ્તી દાખલ થવાની કોશિશ કરે તો પછી તેની અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવે છે. આ કાયદો સરકારને કોઈ પણ વ્યક્તિ જે સુરક્ષા વ્યવસ્થા માટે ખતરો હોય તેની અટકાયત કરવાની પરવાનગી આપે છે.

ઉમર અબ્દુલ્લાએ કાયદો હટાવવાનો કર્યો હતો વાયદો

ઉમર અબ્દુલ્લાએ કાયદો હટાવવાનો કર્યો હતો વાયદો

એમ્નેસ્ટી ઈન્ટરનેશનલના 2010ના રિપોર્ટ પ્રમામે સન 1978માં જ્યારે આ કયાદને લાગુ કરાયો ત્યારથી અત્યાર સુધીમાં 20 હજાર લોકોની અટકાયત થઈ ચૂકી છે. આ વર્ષે એપ્રિલમાં જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ અને શેખ અબ્દુલ્લાના પુત્ર ઉમર અબ્દુલ્લાએ રાજ્યના લોકોને વાયદો કર્યો હતો કે જો વિધાનસભાની ચૂંટણી જીત્યા તો આ કાયદો હટાવી દેવાશે. ઉમર અબ્દુલ્લાએ અનંતનાગના ખાનબલમાં તયેલી ચૂંટણી રેલીમાં કહ્યું,'જો ખુદા ઈચ્છશે તો સત્તામાં આવ્યાના કેટલાક દિવસમાં જ અમે તેને હટાવી દીશું અને તેના અંતર્ગત નોંધાયેલા તમામ કેસ પાછા લેવાશે.' આ કાયદા અંતર્ગત પથ્થરબાજો પર અનેક કેસ નોંધાઈ ચૂક્યા છે. આતંકી મર્સરત આલમને પણ જેલમાં રખાયો હતો.

કાયદામાં કેટલાક પરિવર્તન

કાયદામાં કેટલાક પરિવર્તન

વર્ષ 2012માં ઉમર અબ્દુલ્લા જ્યારે મુખ્યપ્રધાન હતા ત્યારે આ કાયદામાં કેટલાક પરિવર્તન થયા હતા. આ પરિવર્તનમાં સૌથી મહ્તવનું હતું કે આ કાયદા અંતર્ગત 18 વર્ષથી ઓછી ઉંમરના સગીરોને નજરબંધ ન કરી શકાય. સાથે જ ઓથોરિટીઝે કોઈને પણ અટકાયતમાં લેવા માટે કારણ આપવું જરૂરી છે.

આ પણ વાંચો: એક બાદ એક ચૂંટણી હારી રહેલ કોંગ્રેસને મળી રહેલ ડોનેશનમાં પાંચ ગણો વધારો!

English summary
What is public safety act know all about law
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X