For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કર્ણાટકમાં BJPની હાર નરેન્દ્ર મોદી માટે કેમ વિજય?

|
Google Oneindia Gujarati News

narendra-modi
કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2013ની મતગણતરીનું વલણ સ્પષ્ટ દર્શાવે છે કે ભાજપે અનેક મુદ્દાઓ પર પછડાટ ખાધી છે. આ મુદ્દે લોકનીતિના સંદીપ શાસ્ત્રીએ નિરીક્ષણ કર્યું છે કે 'ભ્રષ્ટાચાર, આંતરિક ખેંચતાણ અને નબળા દેખાવ'ને કારણે ભાજપે આ પરિણામ ભોગવવું પડ્યું છે. મતદારો ભ્રષ્ટાચાર સહિતની ગમે તે બાબતને માફ કરી શકે છે પણ વહીવટી ખામીને ક્યારેય માફ કરતા નથી. આ ચૂંટણીમાં સરકારનો વહીવટ સૌથી મહત્વનું પરિબળ બન્યું છે.

આવા સમયે કર્ણાટકમાં ભાજપની હારનું ઠીકરું નરેન્દ્ર મોદીના પ્રચારના માથે ફોડવું અયોગ્ય છે એ સમજી શકાય. કારણ કે દેશભરમાં નરેન્દ્ર મોદી તેમના પારદર્શી અને સરળ વહીવટ માટે જાણીતા છે. આમ ભાજપની કર્ણાટક હારની અસર નરેન્દ્ર મોદીની છબીને નુકસાન પહોંચાડી શકે એમ નથી. હવે જ્યારે પીએમની ગાદી પર બેસવા માટે આગળ વધી રહ્યા છે ત્યારે ભાજપે જ વિચારવું જોઇએ કે કર્ણાટકના સ્થાનિક મતદારો પાસેથી તેમણે શું બોધપાઠ મેળવવો જોઇએ.

વર્તમાન સમયમાં પાર્ટીના મોટા ગજાના નેતાઓ વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે વારંવાર નરેન્દ્ર મોદીનું નામ ઉચ્ચારી રહ્યા છે. ભાજપ લોકસભા ચૂંટણીઓમાં વિજયી બને તે માટે નરેન્દ્ર મોદી તેમને હુકમનું પત્તું લાગી રહ્યા છે. વર્તમાન સ્થિતિને જોતા તે અઘરું લાગી રહ્યું છે પણ અશક્ય નથી. જો એનડીએના સાથી પક્ષો આ વાતનો સ્વીકાર કરીને નરેન્દ્ર મોદીના નામ પર સહમતિ દર્શાવે તો ભાજપ માટે નરેન્દ્ર મોદીથી વધારે સારો વિકલ્પ બીજો કોઇ નથી એમાં કોઇ બેમત નથી. આથી જ ભાજપ તેના સાથી પક્ષોને નરેન્દ્ર મોદી માટે મનાવવાનો પ્રયત્ન કરી રહી છે.

હવે ભાજપમાં જો નરેન્દ્ર મોદીને ખરેખર ખમતીધર નેતા માનવામાં આવે છે તો ભાજપે તમામ ચિંતાઓ છોડીને પોતાના લક્ષ્યાંકોને નરેન્દ્ર મોદીના હાથમાં સૌંપી દેવા જોઇએ. રાષ્ટ્રીય પાર્ટી તરીકે તેણે ચૂંટણી બાદના જોડાણ માટે દ્વાર ખુલ્લા રાખવા જોઇએ. જો આમ કરવામાં આવશે તો નરેન્દ્ર મોદી સારા વહીવટ સાથે ભ્રષ્ટાચારને દૂર કરીને સાથી પક્ષોને રાજી રાખવામાં પાછા પડે એમ નથી.

નોંધ : આ લેખિકા લક્ષ્મી ચૌધરીના વ્યક્તિગત વિચારો છે. ગુજરાતી વનઇન્ડિયાએ તેમને પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે.

English summary
Why BJP losing Karnataka is a win for Narendra Modi?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X