For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

15 ઓગસ્ટે જ કેમ અંગ્રેજોએ ભારતને આઝાદ કર્યો, જાણો રસપ્રદ ફેક્ટ

આવો જાણીએ છેવટે કેમ એક વર્ષ પહેલા જ ભારતે નક્કી કરેલી તારીખથી પહેલા આઝાદ કરી દીધો હતો. આ વિષે ઈતિહાસકાર અલગ અલગ મત જણાવે છે.

|
Google Oneindia Gujarati News

આપણે 15 ઓગસ્ટના રોજ 74મો સ્વતંત્રતા દિવસ મનાવી રહ્યા છે. આ તારીખ દરેક ભારતીયના દિલની પાસે છે. આ દેશનો દરેક વ્યક્તિ આ તારીખને સમ્માન અને ગૌરવની દ્રષ્ટિએ જુએ છે. પરંતુ શું તમે જાણો છો કે ભારતને આઝાદ કરવા માટે અંગ્રેજોએ કેમ 15 ઓગસ્ટનો દિવસ પસંદ કર્યો જ્યારે ઈન્ડિયા ઈન્ડિપેન્ડ્સ બિલ મુજબ ભારતને આઝાદ કરવાની તારીખ 3 જૂન 1948ની નક્કી કરવામાં આવી હતી. આવો જાણીએ છેવટે કેમ એક વર્ષ પહેલા જ ભારતે નક્કી કરેલી તારીખથી પહેલા આઝાદ કરી દીધો હતો. આ વિષે ઈતિહાસકાર અલગ અલગ મત જણાવે છે.

સી રાજગોપાલાચારીએ આપ્યુ હતુ સૂચન

સી રાજગોપાલાચારીએ આપ્યુ હતુ સૂચન

અમુક ઈતિહાસકારોનુ માનવુ છે કે સી રાજગોપાલાચારીના સૂચનો પર માઉન્ટબેટને ભારતની આઝાદી માટે 15 ઓગસ્ટની તારીખ પસંદ કરી હતી. સી રાજગોપાલાચારીએ લૉર્ડ માઉન્ટબેટનને કહ્યુ હતુ કે જો 3 જૂન 1948 સુધી રાહ જોવામાં આવી તો હસ્તાંતરિત કરવા માટે કોઈ સત્તા નહિ બચે. એવામાં માઉન્ટબેટને 15 ઓગસ્ટને ભારતની સ્વતંત્રતા માટે પસંદ કર્યુ.

માઉન્ટબેટના કારણે બદલાઈ તારીખ!

માઉન્ટબેટના કારણે બદલાઈ તારીખ!

વર્ષ 1930થી જ કોંગ્રેસે સ્વતંત્રતા દિવસ મનાવવા માટે 26 જાન્યુઆરીનો દિવસ પસંદ કર્યો હતો. જો કે ઈન્ડિયા ઈન્ડિપેન્ડન્ટસ બિલ મુજબ બ્રિટિશ પ્રશાસને સત્તા હસ્તાંતરણ માટે 3 જૂન 1948ની તારીખ નક્કી કરવામાં આવી હતી. ફેબ્રુઆરી 1947માં બ્રિટિશ પ્રધાનમંત્રી ક્લેમેન્ટ રિચર્ડે એટલીએ ઘોષણા કરી હતી કે સરકારે 3 જૂન 1948થી ભારતને પૂર્ણ આત્મ પ્રશાસનનો અધિકાર આપશે. ફેબ્રુઆરી 1947માં જ લુઈ માઉન્ટબેટનને ભારતના છેલ્લા વાઈસરોય નિયુક્ત કર્યા હતા. માઉન્ટબેટન પહેલા પડોશી દેશ બર્માના ગવર્નર હતા. તેમણે જ વ્યવસ્થિત રીતે ભારતને સત્તા હસ્તાંતરિત કરવાની જવાબદારી પણ આપવામાં આવી હતી.

અંગ્રેજો માટે શુભ હતી 15 ઓગસ્ટની તારીખ

અંગ્રેજો માટે શુભ હતી 15 ઓગસ્ટની તારીખ

અમુક ઈતિહાસકારોનુ માનવુ છે કે વાઈસરોય માઉન્ટબેટન બ્રિટેન માટે 15 ઓગસ્ટની તારીખને શુભ માનતા હતા. કારણકે આ દિવસે બ્રિટન અને મિત્ર રાષ્ટ્રોએ જાપાનને આત્મ સમર્પણ કરવાકર દ્વિતીય વિશ્વયુદ્ધ જીત્યુ હતુ ત્યારે માઉન્ટબેટન અલાઈડ ફોર્સિઝના કમાન્ડર હતા. એટલામાટે માઉન્ટબેટને બ્રિટિશ પ્રશાસન સાથે વાત કરીને ભારતને સત્તા હસ્તાંતરિત કરવાની તિથિ 3 જૂને 1948થી 15 ઓગસ્ટ 1947 કરી દીધી.

એક આ પણ કારણ છે

એક આ પણ કારણ છે

બ્રિટિશ શાસને ભારતને 3 જૂન 1948ના બદલે 15 ઓગસ્ટ 1947ના રોજ સત્તા હસ્તાંતરિત કરવા અંગે વધુ એક કારણ એ પણ જણાવ્યુ છે કે બ્રિટિશોને એ વાતની ભનક લાગી ગઈ હતી કે મોહમ્મદ અલી ઝીણા જેમને કેન્સર હતુ અને તે વધુ દિવસ સુધી જીવતા નહિ રહે. આને ધ્યાનમાં રાખીને અંગ્રેજોને ચિંતા હતી કે જો ઝીણા નહિ રહે તો મહાત્મા ગાંધી અલગ દેશ ન બનવાના પ્રસ્તાવ પર મુસલમાનોને મનાવી લેશે. છેવટે 15 ઓગસ્ટ, 1947ના રોજ બ્રિટને ભારતને સત્તા હસ્તાંતરિત કરી દીધુ અને જેવુ કે અંગ્રેજોને અંદેશો હતો તે બધુ થઈ જવાના અમુક જ મહિના બાદ ઝીણાનુ મૃત્યુ થઈ ગયુ.

આ ત્રણ રાષ્ટ્ર પણ મનાવે છે 15 ઓગસ્ટે આઝાદીની ઉજવણી

આ ત્રણ રાષ્ટ્ર પણ મનાવે છે 15 ઓગસ્ટે આઝાદીની ઉજવણી

તમે જાણીને ચોંકી જશો કે માત્ર ભારત જ નહિ પરંતુ ત્રણ દેશ છે જે 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસ મનાવે છે. એક દે છે દક્ષિણ કોરિયા જેને 15 ઓગસ્ટ 1945માં જાપાનથી આઝાદી મળી હતી. વળી, બીજી કાંગોને 15 ઓગસ્ટ 1960ના રોજ ફ્રાંસથી આઝાદી મળી હતી. જ્યારે બહેરીનને 15 ઓગસ્ટ 1971માં બ્રિટનથી આઝાદી મળી હતી.

Video: સુંદર મહિલા એન્કરને જોઈને બેકાબુ થયા દર્શકો, બોલ્યા - કાઢી નાખ કપડાંVideo: સુંદર મહિલા એન્કરને જોઈને બેકાબુ થયા દર્શકો, બોલ્યા - કાઢી નાખ કપડાં

English summary
Why Independence Day is celebrated on 15th August in india.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X