શા માટે મોદીએ અમેઠીમાં પાંચમીએ જ પંચ મારવાનું કર્યું નક્કી..!

Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 3 મે: ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી 5 મેના રોજ અમેઠી લોકસભા બેઠકથી કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને પડકારી રહેલી સ્મૃતિ ઇરાણી માટે પ્રચાર કરવા માટે આવશે. અત્યાર સુધી એવી અટકળો પેદા થઇ હતી કે નરેન્દ્ર મોદી રાહુલ ગાંધીના ચૂંટણી વિસ્તાર અમેઠીમાં પ્રચાર કરવા નહીં જાય. જોકે આ સમચારની સાથે એ સવાલો અને અટકળોનો અંત આવી ગયો છે. અમેઠી બેઠક માટે 7 મેના રોજ મતદાન થવાનું છે અને મોદીની 5 મેની રેલીને ભવ્ય બનાવવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

મોદી ઉપરાંત લાલકૃષ્ણ અડવાણી, સુષમા સ્વરાજ અને અરૂણ જેટલી પણ સ્મૃતિ માટે પ્રચાર કરશે. ભાજપના વરિષ્ઠ નેતા અરૂણ જેટલીએ જણાવ્યું કે, 'અમેઠીએ મોટા ઘરોના સંતાનોને ખૂબ જ જોઇ લીધા, હવે અમેઠીની બેટી (ઇરાણી) અત્રેથી સાંસદ બને તેના માટે સંપૂર્ણ જોર લગાવી દેશે.'

તેમણે જણાવ્યું કે સ્મૃતિ ઇરાણીના રૂપમાં ભાજપાએ આ વખતે અમેઠીથી ખૂબ જ મજબૂત ઉમેદવાર ઉતાર્યો છે, આવનારા દિવસોમાં અમે તેમને જીતાડવાના તમામ પ્રયાસો કરી લઇશું. બીજી બાજુ રાહુલના પક્ષમાં તેમની બહેન પ્રિયંકા ગાંધી છેલ્લા કેટલાંક સમયથી ત્યાં જોરદાર પ્રદાર કરી રહી છે.

બે વખત અમેઠીથી સાંસદ રાહુલ ગાંધી આ વખતે ત્રિકોણીય મુકાબલામાં છે. સ્મૃતિ ઉપરાંત ત્યાંથી આમ આદમી પાર્ટીના કુમાર વિશ્વાસ પણ કોંગ્રેસ ઉપાધ્યક્ષ વિરુધ્ધ મોર્ચો ખોલ્યો છે.

2004 અને 2009ની લોકસભા ચૂંટણીને ભારે મતોથી જીત્યા બાદ 2012માં થયેલા ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસને આ લોકસભા વિસ્તારમાં આવનારી પાંચમાંથી ત્રણ વિધાનસભા બેઠકો પર હારનો સામનો કરવો પડ્યો હતો. અમેઠીનો નેહરુ ગાંધી પરિવાર સાથેનો જૂનો સંબંધ છે, અહીની લોકસભા બેઠકનું જવાહરલાલ નેહરુ, રાજીવ ગાંધી, અને સોનિયા ગાંધી પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે.

અમેઠીમાં મોદીના પાંચમીએ પંચનું શું છે રાજ..

અટકળો થઇ બંધ...

અટકળો થઇ બંધ...

ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી 5 મેના રોજ અમેઠી લોકસભા બેઠકથી કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને પડકારી રહેલી સ્મૃતિ ઇરાણી માટે પ્રચાર કરવા માટે આવશે. અત્યાર સુધી એવી અટકળો પેદા થઇ હતી કે નરેન્દ્ર મોદી રાહુલ ગાંધીના ચૂંટણી વિસ્તાર અમેઠીમાં પ્રચાર કરવા નહીં જાય. જોકે આ સમચારની સાથે એ સવાલો અને અટકળોનો અંત આવી ગયો છે.

અત્યાર સુધી કેમ ના આવ્યા અમેઠી..

અત્યાર સુધી કેમ ના આવ્યા અમેઠી..

ભાજપે અમેઠીમાં રાહુલની સામે પોતાનો મજબૂત ઉમેદવાર સ્મૃતિ ઇરાણીના રૂપમાં મૂક્યો છે. ભાજપનું માનવું છે કે સ્મૃતિને મોદીના પ્રચારની જરૂર નથી તે પોતે રાહુલ અને કુમારને માત આપવા માટે સક્ષમ છે.

પાંચમીનો જ પંચ કેમ..

પાંચમીનો જ પંચ કેમ..

મોદીએ આખરે પાંચમી મેના રોજ અમેઠીમાં જવાનું નક્કી કર્યું છે. નોંધનીય છે કે 7 મેના રોજ અમેઠી બેઠક માટે મતદાન થવાનું છે. એવું માની શકાય કે જો તેઓ 15 દિવસ કે મહીના પહેલા અમેઠીમાં પ્રચાર કરવા આવતા તો તેમના પ્રચારની અસર 7 તારીખ આવતા આવતા ઓસરી જતી. પરંતુ પાંચમીએ તેઓ જે પ્રચાર કરશે તે સૌના મનમાં ઘર કરી જશે અને તેનાથી ભાજપ તરફી મતદાન પર અસર પડશે.

અમેઠીમાં પણ રાહુલને માત આપવાની રણનીતિ...

અમેઠીમાં પણ રાહુલને માત આપવાની રણનીતિ...

મોદી ઉપરાંત લાલકૃષ્ણ અડવાણી, સુષમા સ્વરાજ અને અરૂણ જેટલી પણ સ્મૃતિ માટે પ્રચાર કરશે. ભાજપના વરિષ્ઠ નેતા અરૂણ જેટલીએ જણાવ્યું કે, 'અમેઠીએ મોટા ઘરોના સંતાનોને ખૂબ જ જોઇ લીધા, હવે અમેઠીની બેટી (ઇરાણી) અત્રેથી સાંસદ બને તેના માટે સંપૂર્ણ જોર લગાવી દેશે.'

સ્મૃતિ છે મજબૂત દાવેદાર...

સ્મૃતિ છે મજબૂત દાવેદાર...

અરૂણ જેટલીએ જણાવ્યું કે, સ્મૃતિ ઇરાણીના રૂપમાં ભાજપાએ આ વખતે અમેઠીથી ખૂબ જ મજબૂત ઉમેદવાર ઉતાર્યો છે, આવનારા દિવસોમાં અમે તેમને જીતાડવાના તમામ પ્રયાસો કરી લઇશું.

English summary
Narendra Modi will address rally in Amethi on 5th May. Why Modi choose this day for rally.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X