For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નરેન્દ્ર મોદી લખનૌ બેઠકથી ચૂંટાનારા નવમા PM બનશે?

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 17 સપ્ટેમ્બર : ગુજરાતના મુખ્‍ય પ્રધાન નરેન્‍દ્ર મોદીને જયારથી ભાજપના વડા પ્રધાનપદના ઉમેદવાર જાહેર કરવામાં આવ્‍યા તે પહેલાથી જ નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશ ખાતેથી લોકસભા ચૂંટણી લડે તે માટેની માગણી શરૂ થઈ છે. નરેન્દ્ર મોદીને ભાજપના પીએમ પદના ઉમેદવાર જાહેર કરાયા ત્યાર બાદ ભાજપના લખનૌના વરિષ્ઠ નેતા લાલજી ટંડને પણ જણાવ્યું છે કે તેઓ નરેન્દ્ર મોદી માટે લખનૌ બેઠક ખાલી કરવા તૈયાર છે. આ બાબત એટલા માટે મહત્વની છે કે વર્ષ 1947થી 2012 સુધીમાં દેશમાં 17 વડાપ્રધાન આવ્યા છે. તેમાંથી આઠ જેટલા વડા પ્રધાનોની ચૂંટણી ઉત્તર પ્રદેશમાંથી જ થઇ છે. નરેન્દ મોદી પણ ઉત્તર પ્રદેશના લખનૌથી ખાતેથી ચૂંટણી લડશે અને વડા પ્રધાન બનશે તો ઉત્તર પ્રદેશમાંથી ચૂંટણી લડીને જીતનારા નવમા વડાપ્રધાન બનશે.

નરેન્દ્ર મોદી સમર્થકો અને લોક લાગણીને માન આપીને ઉત્તર પ્રદેશના મતવિસ્‍તારમાંથી ચૂંટણી લડશે તો તેઓ ઉત્તર પ્રદેશથી નવી દિલ્‍હીમાં ટોચના સ્‍થાને પહોંચનાર અભૂતપૂર્વ મહાનુભાવોના જૂથમાં ભાગીદાર બનશે. ભાજપના આંતરિક વર્તુળો માને છે કે જો મોદી ઉત્તર પ્રદેશની કોઈ બેઠક પરથી ચૂંટણીમાં ભાગ લે તો મોદીને પુરતી તક મળશે.

નોંધનીય છે કે વર્ષ 1998માં ભાજપે અખંડ ઉત્તર પ્રદેશથી 57 જેટલા સાંસદો મેળવ્‍યા હતા. મોદી આ જાદુનું પુનરાવર્તન કરી શકે છે. ભાજપના ઉપ પ્રમુખ અબ્‍બાસ નકવીએ કહ્યું હતું કે દેશના દરેક ભાગમાંથી મોદીને ઉત્તર પ્રદેશ ખાતેથી ચૂંટણીમાં ભાગ લેવા અનુરોધ કરવામાં આવે છે. ભાજપના ઉત્તર પ્રદેશના પ્રવક્‍તા વિજય બહાદુર પાઠકે કહ્યું હતું કે મોદીને ભાજપના વડા પ્રધાનપદ ઉમેદવાર જાહેર કરતાંની સાથે રાજયના વડા લક્ષ્મીકાંત બાજપેયીએ મોદીને ઉત્તર પ્રદેશ ખાતેથી ચૂંટણી લડવા અનુરોધ કર્યો હતો.

આવો જાણીએ આ અગાઉ ઉત્તર પ્રદેશમાંથી ચૂંટણી લડીને કયા નેતાઓ વડાપ્રધાન પદ સુધી પહોંચ્યા છે...

1

1

પંડિત જવાહરલાલ નહેરુ

2

2

લાલ બહાદુર શાસ્ત્રી

3

3

ઇન્દિરા ગાંધી

4

4

ચૌધરી ચરણ સિંહ

5

5

રાજીવ ગાંધી

6

6

વિશ્વનાથ પ્રતાપ સિંહ

7

7

ચંદ્રશેખર

8

8

અટલ બિહારી વાજપેયી

વાજપેયી વર્ષ 1996માં લખનૌ બેઠક તેમ જ ગાંધીનગર એમ બે બેઠકો પરથી ચૂંટણી લડ્યા હતા અને બંને બેઠકોમાં વિજેતા થયા હતા, પરંતુ તેઓએ લખનૌની બેઠક જાળવી રાખી હતી.

9

9

નરેન્દ્ર મોદી

અમિત શાહને જ્યારથી ઉત્તર પ્રદેશના ઈનચાર્જ બનાવવામાં આવ્‍યા ત્‍યારથી મોદી વારાણસી, ફૈઝાબાદ, અલ્લાહાબાદ અથવા લખનૌ ખાતેથી લોકસભા ચૂંટણી ઝંપલાવી શકે તેવાં વ્‍યાપક અનુમાનો થઈ રહ્યા છે.

English summary
Will Narendra Modi 9th Prime Minister elected from Lucknow seat?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X