કર્ણાટકમાં કોંગ્રેસ માટે સ્પષ્ટ વિજયની સ્થિતિ : ચૂંટણી વરતારો

કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2013 યોજાવા જઇ રહી છે ત્યારે વિવિધ ટેલિવિઝન મીડિયા દ્વાર ભારતમાં ઘરે ઘરે જઇને લોકોના મંતવ્યો જાણવામાં આવી રહ્યા છે. તેના આધારે ચૂંટણી પંડિતો પરિણામોનો વરતારો લગાવી રહ્યા છે. આ વર્તાળામાં હાર જીતની ચર્ચા છોડીએ તો બીજી એક મહત્વની બાબત એ બહાર આવી છે કે આજે પણ અહીં કાસ્ટ એટલે કે જ્ઞાતિવાદી સમીકરણ મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે.
કર્ણાટકની બેઠકોની વાત કરીએ તો કોણ પણ પાર્ટીને રાજ્યમાં સરકાર બનાવવા માટે 224 બેઠકોમાંથી 213 બેઠકો મળવી જરૂરી છે. આ અંગે વર્ષ 2008ની સ્થિતિ પર નજર કરીએ તો કોંગ્રેસને 80 બેઠકો, ભાજપને 110 બેઠકો, જેડી(એસ)ને 28 બેઠકો અને અપક્ષોને 28 બેઠકો મળી હતી. મતદાન યોજાય તે પહેલા વિવિધ ટીવી ચેનલ્સે પોતાના વરતારામાં શું દર્શાવ્યું છે આવો જાણીએ.
|
ક્રમ |
ચેનલનું નામ |
કોંગ્રેસ |
ભાજપ |
જેડી(એસ) |
અન્ય |
|
1 |
CNN-IBN અને ધ વીક (એપ્રિલ) |
117-129 |
39-49 |
34-44 |
14-22 |
|
2 |
સુવર્ણ ન્યુઝ - સી ફોર (એપ્રિલ) |
115-127 |
50-60 |
25-35 |
- |
|
3 |
હેડલાઇન્સ ટુડે - સી વોટર (માર્ચ) |
114-122 |
48-56 |
32-38 |
10-14 |
|
4 |
તહેલકા - સી વોટર (જાન્યુઆરી) |
133 |
63 |
19 |
5 |
|
5 |
સુવર્ણ ન્યુઝ - સી ફોર (ડિસે-2012) |
113 |
58 |
31 |
14 |
|
6 |
પ્રબોધન રિસર્ચ ગ્રુપ (એપ્રિલ-2013) |
95 |
81 |
27 |
21 |












Click it and Unblock the Notifications
