હવે તમારી પાસે રહેલા 500 અને 1000ની નોટનું શું કરશો? તે અંગે જાણો અહીં

Posted By:
Subscribe to Oneindia News

મંગળવાર રાતે 8 વાગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ દેશને એક સંદેશો આપ્યો છે. જે પછી સમગ્ર દેશ સ્તબ્ધ થઇ ગયો છે. પીએમ મોદીએ જાહેરાત કરી છે કે આજે એટલે કે 8 નવેમ્બરની રાતના 12 વાગ્યાથી 500 રૂપિયા અને 1000 રૂપિયાની નોટ બંધ થઇ જશે. તો જો તમારી પાસે પણ 500 અને 1000 રૂપિયાની નોટ ઘરમાં સાચવેલી પડી હોય તો તેનું શું કરશો તે અંગે વિસ્તૃત રીતે વાંચો અહીં.

notes

સૌથી પહેલા તો ગભરાવાની જરૂર નથી. બજારમાં તમારી આ નોટ નહીં ચાલે પણ તમે આ તમામ નોટોને બદલીને નવી નોટ ખરીદી શકો છો. નોટ બદલવા માટે કેટલીક મહત્વપૂર્ણ જાહેરાતો સરકારે કરી છે. જે મુજબ 31 માર્ચ 2017 સુધીમાં તમારે તમારી પાસેની તમામ 500 રૂપિયા અને 1000 રૂપિયાની નોટ બદલવાની રહેશે. ક્યાં અને કેવી રીતે તે જાણો અહીં....

કેવી રીતે બદલશો નોટ?

જેમની પાસે 500 અને 1000 રૂપિયાની નોટ છે. તેમણે આ નોટો 10 નવેમ્બરથી લઇને 30 ડિસેમ્બર 2016 સુધી બેંક કે પછી ટપાલઘરમાં જઇને બદલવાની રહેશે.

બે દિવસ એટીએમ બંધ રહેશે

ખાસ નોંધ કે 9 અને 10 નવેમ્બર 2016ના રોજ એટીએમ મશીન કામ નહીં કરે. પણ તમે 30 ડિસેમ્બર સુધી પોતાની નોટ બદલી ના શકો તો તમારે 31 માર્ચ 2017 સુધીમાં આ નોટોને રિઝર્વ બેંકમાં જમા કરાવવી પડશે. સાથે તે પણ જાહેરાત કરવામાં આવી છે કે કાલે એટલે કે 9 નવેમ્બર 2016ના રોજ બેંક બંધ રહેશે.

નવી 500 અને 2000 રૂપિયાની નોટ આવશે

સરકારે જણાવ્યું છે કે હવે 500 અને 1000 રૂપિયાની જૂની નોટ બંધ થઇ જશે. તેના બદલામાં 500 રૂપિયાની નવી નોટ આવશે. અને સાથે જ 2000 રૂપિયાની નવી નોટ પણ જાહેર કરવામાં આવશે.

આ જગ્યા પર જૂની નોટ ચાલશે

જાહેરાત મુજબ 11 નવેમ્બર રાતના 12 વાગ્યા સુધી સીએનજી સ્ટેશન, પેટ્રોલ પંપ, એરપોર્ટ, કેન્દ્રીય ભંડાર, દવાની દુકાનો, દવાખાનામાં 500 અને 1000 રૂપિયાની જૂની નોટો વાપરી શકાશે.

કેમ બંધ કરાઇ 500 અને 1000ની નોટ?

નોંધનીય છે કે પીએમ મોદીએ અચાનક 500 અને 1000 રૂપિયાની નોટ બંધ કરતા લોકો પણ સ્તબ્ધ છે. જો કે તેની પાછળનું મુખ્ય કારણ છે નકલી નોટની સમસ્યાનો અંત લાવવો. નોંધનીય છે કે પાછલા લાંબા સમયથી પાકિસ્તાન અને આતંકી સંગઠનો ભારતીય અર્થવ્યવસ્થાને નબળી કરવા નકલી નોટોનું કારોબાર ચલાવી રહ્યા છે. જેને રોકવા આ મહત્વપૂર્ણ નિર્ણય સરકાર તરફથી લેવામાં આવ્યો છે.

English summary
with rs 500 rs 1000 of circulation what do next, read here
Please Wait while comments are loading...