For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

છેલ્લો દિવસ પણ વિવાદાસ્પદ રહ્યો, મંચ પર બોલાઇ ગાળો

|
Google Oneindia Gujarati News

jeet ashis
જયપુર, 28 જાન્યુઆરી: વિવાદ જયપુર લિટરેચર ફેસ્ટિવલનો પીછો છોડવાનું નામ જ નથી લઇ રહ્યો. સમાજશાસ્ત્રી આશીષ નંદીના વિવાદાસ્પદ ભાષણ પર બબાલ થયા બાદ સમારંભના અંતિમ દિવસ સોમવારે વધુ એક વિવાદ છેડાઇ ગયો છે. આ વખતે તો મંચ પરથી ગાળોનો વરસાદ થયો અને તેના કારણે વિરોધનું વાતાવરણ સર્જાયું હતું.

ધી રિબેલ સ્ટેટ્સ સેશન દરમિયાન વિવાદાસ્પદ લેખક જીત થાઇલે એક નવો વિવાદ ઉભો કર્યો. તેમણે પોતાની નવલકથા 'નાર્કોપોલિસ'ના એ અંશોનું પઠન કર્યું જેમાં ગાળો જ ગાળો હતી. આ ગાળો એટલી ખરાબ હતી કે સુજ્ઞ સમાજ આને સહન કરી શકે નહી. જોકે થાઇલે સફાઇ આપતા જણાવ્યું કે આ નવલકથાનું પાત્ર કહી રહ્યું છે માટે આના માટે કોઇને આપત્તિ ના હોવી જોઇએ.

ઉલ્લેખનીય છે કે થાઇલ એ જ લેખક છે જેમણે ગયા જયપુર લિટરેચર ફેસ્ટિવલ દરમિયાન લેખક સલમાન રશ્દીની વિવાદાસ્પદ પુસ્ત સેટેનિક વર્સિઝના અંશ વાંચ્યા હતા. ત્યારે પણ વિવાદોએ જોર પકડ્યું હતું.

થાઇલને આ વખતે ફેસ્ટિવલમાં સમ્માનિત પણ કરવામાં આવ્યા હતા. થાઇલને તેમના પુસ્તક નાર્કોપોલિસ માટે વર્ષ 2013નો ડીએસસી પ્રાઇઝ ફોર સાઉથ એશિયન લિટરેચર પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા. જેના માટે તેમને 50 હજાર અમેરિકન ડોલરનું પુરસ્કાર આપવામાં આવ્યું. ડીએસસી સમૂહની ચેરમેન અને ફિલ્મ અભિનેત્રી શર્મીલા ટેગોર તથા રાજસ્થાનના ભટેરી ગામ પ્રકરણની આંગનવાડી કાર્યકર્તા ભંવરી દેવીને થાઇલને પુરસ્કાર પ્રદાન કરાયો.

English summary
the last day of jaipur literature festival also have been controversial, writer speaks bad words from the stage.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X