For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કર્ણાટકમાં ભાજપે બહુમત સાબિત કરવા માટે 7 દિવસ માંગ્યા હતા

કર્ણાટકમાં ભાજપ પાસે બહુમત નહીં હોવા છતાં પણ કર્ણાટક રાજ્યપાલે ભાજપને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું અને યેદુરપ્પાને મુખ્યમંત્રી તરીકે શપથ પણ લેવડાવી દીધી.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

કર્ણાટકમાં ભાજપ પાસે બહુમત નહીં હોવા છતાં પણ કર્ણાટક રાજ્યપાલે ભાજપને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું અને યેદુરપ્પાને મુખ્યમંત્રી તરીકે શપથ પણ લેવડાવી દીધી. રાજ્યપાલ ઘ્વારા લેવામાં આવેલા આ નિર્ણયનો વિરોધ કરતા કોંગ્રેસ સુપ્રીમકોર્ટ પહોંચી ગયું. રાજ્યપાલે યેદુરપ્પાને બહુમત સાબિત કરવા માટે 15 દિવસનો સમય આપ્યો હતો તેના વિરુદ્ધ કોંગ્રેસે સુપ્રીમકોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ મામલે આજે સવારે 10.30 વાગ્યે સુનાવણી કરવામાં આવી હતી.

Yeddyurappa

વાસ્તવમાં સુપ્રિમ કોર્ટમાં જસ્ટિસ એકે સીકરીની આગેવાનીમાં ત્રણ જજોની બેન્ચે ના તો કર્ણાટક મામલામાં સરકાર બનાવવા સંદર્ભમાં યાચિકા ખારિજ કરી કે ના તો શપથગ્રહણથી રોક્યા. સુપ્રિમ કોર્ટે આ કેસની સુનાવણી માટે શુક્રવારનો સમય આપ્યો હતો.

સુપ્રીમકોર્ટ ઘ્વારા બીજેપી વકીલને ઘણા સવાલો પૂછવામાં આવ્યા જેમાં રાજ્યપાલે યેદુરપ્પા ને કયા આધારે સરકાર બનાવવા માટે મંજૂરી આપી કારણકે કોર્ટમાં ભાજપે આપેલા પત્રમાં ધારાસભ્યોના પૂરતા નામ પણ નથી.

સુપ્રીમકોર્ટ ઘ્વારા યેદુરપ્પાને કર્ણાટકમાં આવતી કાલે 4 વાગ્યે બહુમત પરીક્ષણ સાબિત કરવા માટે કહ્યું જયારે સુપ્રીમકોર્ટ ઘ્વારા આવો આદેશ આપવામાં આવ્યો ત્યારે બીજેપી વકીલ તેનાથી ખુશ ના હતા. તેમને સુપ્રીમકોર્ટ પાસે વધારે સમયની માંગ કરી હતી. પરંતુ તેમની વાત માનવામાં આવી નહીં અને સુપ્રીમકોર્ટ ઘ્વારા જણાવવામાં આવ્યું કે બીજેપી કાલે સાંજે 4 વાગ્યે બહુમત પરીક્ષણ સાબિત કરે.

English summary
Yeddyurappa needed 7 days to prove majority, governor gave 15 days, argument may take place in SC
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X