For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સત્તાના સમીકરણ: દિલ્હીમાં સત્તાની ચાવી માટે સટ્ટા બજાર ગરમ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 8 ડિસેમ્બર: દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામોને લઇને સટોડિયાએ લગભગ અઢી હજાર કરોડનો સટ્ટો લગાવ્યો છે. તેમાં સૌથી મોટો દાવ ભાજપ માટે લગાવવામાં આવ્યો છે અને સૌથી ઓછો ભાવ આમ આદમી પાર્ટી માટે છે. સટોડિયાના સમીરકરણ કહે છે કે આમ આદમી પાર્ટી 5 સીટો પર સમેટાઇ શકે છે.

સત્તાના નામે સટોડિયાઓએ આટલું મોટું બજાર ક્યારેય પણ સજાવ્યું નથી. ફોન લાઇન ચાલુ છે, ભાવ નક્કી થઇ રહ્યાં છે અને રાજકારણના રાજાઓના શ્વાસ ફૂલી ગયા છે. દિલ્હીના દરેક પક્ષનું બળ માપવામાં આવી રહ્યું છે. રાજકારણનું આવું અર્થશાસ્ત્ર કોઇએ આ પહેલાં જોયું નહી હોય.

વોટિંગ પેટર્નને છોડી દો, જનમત સર્વેક્ષણોને સાઇડમાં મુકી દો, અનુમાન અને વિશ્લેષણ પણ હવે કામ કરી રહ્યાં નથી. હવે તો દિલ્હીની સત્તાના ખેલમાં સટ્ટો ચાલી રહ્યો છે. સટ્ટો ચરમસીમાએ છે કારણ કે પાંચ રાજ્યોમાં સૌથી ધૂંધળી છબિ દિલ્હી છે. સરકાર દિલ્હીમાં જરૂર બનશે પરંતુ ભાવ ગુજરાત, રાજસ્થાન અને મુંબઇના સટોડિયા રમી રહ્યાં છે.

satta-bazar

ભાજપનો 25 થી 30 સીટ માટે ભાવ 15 પૈસા રાખવામાં આવ્યો છે.
કોંગ્રેસનો 20 થી 25 સીટ માટે ભાવ 90 પૈસા રાખવામાં આવ્યો છે.
આપનો 5 સીટો માટે ભાવ 1.80 પૈસા રાખવામાં આવ્યો છે.

મુંબઇના સટોડિયાઓએ દિલ્હીની સરકારનો ભાવ ખોલ્યો તો ઇન્દોરના સટોડિયાએ પણ પૂરજોર લગાવીને શટર ઉઠાવી લીધું. એક કાના બે, બેના ચાર, ચારના આઠ એકદમ આ તર્જ પર.

ભાજપનો 30 થી 32 સીટ માટે ભાવ 15 પૈસા રાખવામાં આવ્યો છે.
કોંગ્રેસનો 28 થી 30 સીટ માટે ભાવ વધારીને 1.20 પૈસા રાખવામાં આવ્યો છે.
આપનો 5 સીટો માટે ભાવ 1.80 પૈસા રાખવામાં આવ્યો છે.

સત્તાનું પોતાનું સમીકરણ હોય છે અને સટ્ટાનું પોતાનું અલગ સમીકરણ હોય છે. પહેલીવાર બંને ગળે મળ્યા છે. હવે જોવાનું એ છે કે જુગલબંધી શું કરે છે.

English summary
As the hustle-bustle of electoral politics gains momentum in the state, the satta bazaar (betting industry) too is gearing up. Betting on candidates and political outfits are on the rise and experts believe the satta bazaar to rake in about Rs 1,000 crore by the end of election process.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X