'પાકિસ્તાનને પરમાણુ ટેક્નોલોજી આપવા માંગતા હતા ઇન્દિરા ગાંધી'
અત્રે ઉલ્લેખનીય છે 22 જુલાઇ, 1974ના રોજ ભારતે પોખરણમાં પરિક્ષણ કર્યું હતું. પરિક્ષણ બાદ ઇન્દિરા ગાંધી સંસદમાં આપેલા નિવેદનમાં કહ્યું હતું કે તેમને પાકિસ્તાનના વડાપ્રધાન ઝુલ્ફિકાર અલી ભુટ્ટોને કહ્યું હતું કે ભારત શાંતિ કાર્યો માટે પરમાણુ ટેક્નોલોજીને પાકિસ્તાન સાથે વહેંચવા માટે તૈયાર છે.
વિકિલીક્સે આ ખુલાસો અમેરિકી દુતાવાસ દ્રારા જાહેર કરવામાં આવેલા ઇન્દિરા ગાંધીના નિવેદનના આધારે કરવામાં આવ્યો છે. તેમના જણાવ્યા અનુસાર ઇન્દિરા ગાંધીએ ભુટ્ટોને લખેલા પત્રમાં પરમાણુ પરિક્ષણના શાંતિપૂર્ણ અને આર્થિક ઉદ્દેશ્યોના ઉપયોગ વિશે સમજાવવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે ભારત આ ટેક્નોલોજીને પાકિસ્તાન સાથે વહેંચવામાં ઇચ્છુક છે, આ પ્રકારે અમે અન્ય દેશો સાથે પણ ટેક્નોલોજીને વહેંચવા માંગીએ છીએ. અત્રે ઉલ્લેખનીય છે કે વિકિલીક્સે આ પહેલાં ઇમરજન્સી દરમિયાન ઇન્દિરા ગાંધીના ધરમાં એક અમેરિકી દૂતાવાસ હોવાની વાત કહી હતી.













Click it and Unblock the Notifications
