For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અધિકાર રેલી: બિહાર માટે નિતિશ કુમાર ઝાલશે કોંગ્રેસનો હાથ !

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 17 માર્ચ: રામલીલા મેદાનમાં રવિવારે જનતા દળ-યુનાઇટેડ અધિકાર રેલીને સંબોધિત કરતાં બિહારના મુખ્યમંત્રી નિતિશ કુમારે કહ્યું હતું કે બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો મળવો જોઇએ. તેમને બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાના કારણોનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે બિહારને વિકાસ કરવાનો હક છે.

નિતિશ કુમારે પુછ્યું હતું કે લોકો દિલ્હીમાં આવીને રહેવા માટે કેમ મજબૂર બને છે. બિહાર ક્યારેય શાસનનું કેન્દ્ર હતું. દુનિયાની પ્રથમ વિશ્વવિદ્યાલય નાલંદા બિહારમાં હતી. આજે રોજગાર માટે બિહારના લોકોને દિલ્હી સહિત અન્ય જગ્યાઓ પર જવું પડે છે. દેશના વિકાસમાં બિહારનું યોગદાન રહ્યું છે. તેમને કહ્યું હતું કે ઇતિહાસના દરેક દાયકામાં બિહારનું યોગદાન રહ્યું છે. દેશની આઝાદીની લડાઇમાં બિહારે મહત્વપુર્ણ ભૂમિકા નિભાવી છે.

nitish-kumar

નિતિશ કુમારે પુછ્યું હતું કે વિકાસ માટે શું કેન્દ્ર સરકારનું દાયિય્વ ન બની શકે. શું બિહારના વિકાસ માટે કેન્દ્ર સરકારે યોગદાન કરવું ન જોઇએ. તેમને કહ્યું હતું કે વિકાસનો અધિકાર અમારો પણ છે. વિશેષ દરજ્જો આપવા માટે અમે ભીખ માંગી નથી રહ્યાં, પરંતુ અમારો હક છે. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે બિહારમાં ના તો ઉદ્યોગ છે ના તો સંસ્થા તો એવા સમયે લોકો સમય શું કરે. વિકાસની નિતિઓ અમારા વિરૂદ્ધ બનાવવામાં આવી છે.

નિતિશ કુમારે કહ્યું હતું કે જો સરકાર અમારી મદદ કરે તો અમે એવો વિકાસ કરીશું કે બિહારી કહેવડાવવું અપમાનની વાત નથી પરંતુ શાનની વાત છે. નિતિશ કુમારે પહેલાં રેલીને સંબોધિત કરતાં જેડીયુ નેતા શરદ યાદવે કહ્યું હતું કે કેન્દ્ર સરકારે બિહારને વિશેષ દરજ્જો આપવાની માંગણી માનવી જોઇએ. વિશેષ દરજ્જા માટે સૌથી વધું મહેનત નિતિશ કુમારે કરી છે.

English summary
Addressing a massive rally at the Ramlila ground in Delhi on Sunday, Bihar Chief Minister Nitish Kumar reiterated his demand for special status for the state.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X