For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વાણી વિલાસની વણઝાર: યશવંત સિન્હાએ રાહુલની તુલના ઘોડા સાથે કરી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

rahul-gandhi-speech
નવી દિલ્હી, 12 નવેમ્બર: ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે વાણી વિલાસના રાજકીય બાણોની વર્ષા ચાલુ છે. થોડા દિવસો પહેલાં કોંગ્રેસી નેતાએ નરેન્દ્ર મોદીને વાંદર અને મનમોહન સિંહને સિંહ ગણાવ્યા હતા તો આજે ભાજપના યશવંત સિન્હાએ રાહુલ ગાંધી ઘોડો ગણાવ્યા છે.

યશવંત સિન્હાએ કહ્યું હતું કે રાહુલ ગાંધી લગ્નના વરઘોડાના એ ઘોડા છે જે એકલા આગળ વધી શકતા નથી. તેમની આસપાસ ચાલનારા જાનૈયા નેતા તેમને આગળ વધારવાની પુરજોશમાં તૈયાર કરી રહ્યાં છે.

આ અગાઉ ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ અર્જુન મોઢવાડિયાએ એક સભાને સંબોધતા નરેન્દ્ર મોદીની વાંદરા સાથે કરતાં કહ્યું હતું કે આ વાંદરો ઝાડ પર બેસીને સિંહને પડકાર ફેંકે રહ્યો છે. તેને ખબર નથી કે વાંદરો ક્યારેય સિંહ બની ન શકે.

જો તુલનાની વાત કરીએ તો આજકાલ ભારતીય રાજકારણમાં દરેક નેતા તાજવું લઇને સામેવાળાને તોલવામાં લાગેલો છે. દિગ્વિજય સિંહે ટ્વિટર પર અરવિંદ કેજરીવાલની તુલના રાખી સાવંત સાથે કરી છે. કોંગ્રેસના મણિશંકર ઐયરે નરેન્દ્ર મોદીની તુલના રાવણ સાથે કરી છે.

આ અગાઉ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન ગડકરીએ સ્વામી વિવેકાનંદની તુલના દાઉદ ઇબ્રાહીમ સાથે કરી હતી. ઓસ્કર ફર્નાન્ડિઝે રાહુલ ગાંધીની તુલના મહાત્મા ગાંધી સાથે કરી છે. મધ્ય પ્રદેશના કોંગ્રેસ નેતા ભૂરિયાએ સોનિયા ગાંધીને રાષ્ટ્રમાતાના દરજ્જો આપ્યો છે.

English summary
BJP Yashwant Sinha has now compared Congress general secretary with Horse.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X