For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શાંતિપૂર્ણ મતદાન માટે સુરતમાં 10 હજાર જવાનો તહેનાત

શાંતિપૂર્ણ મતદાન માટે સુરતમાં 10 હજાર જવાનો તહેનાત

|
Google Oneindia Gujarati News

60 લાખથી વધુ વસ્તી વાળા સુરતમાં આજે મતદાન થઈ રહ્યું છે, ચૂંટણી શાંતિપૂર્ણ સંપન્ન થાય તે ઉદ્દેશ્ય સાથે પોલીસ અને સુરક્ષાબળોએ કમર કસી લીધી છે. પોલીસકર્મીઓ સહિત 10 હજાર જેટલા સુરક્ષાબળોને વિવિધ મતદાન કેન્દ્રો પર તહેનાત કરવામાં આવ્યા છે. 240 સંવેદનશીલ અને 50 અતિસંવેદનશીલ મતદાન કેન્દ્રો પર વિશેષ ઈંતેજામ કરવામાં આવ્યા છે.

કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી

કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી

શનિવારે આ મામલે જાણકારી આપતાં શહેર પોલીસ કમિશ્નર અજય તોમરે જણાવ્યું હતું કે 3 એડિશનલ પોલીસ કમિશનર સ્તરના અધિકારીઓના માર્ગદર્શનમાં સુરક્ષા વ્યવસ્થાનો ઈંતેજામ કરવામાં આવ્યો છે. શહેરના તમામ 822 મતદાન કેન્દ્રોને અલગ અલગ ભાગમાં વહેંચી ઉચ્ચાધિકારીઓના નેતૃત્વમાં જવાબદારીઓ નક્કી કરવામાં આવી છે.

વિશેષ નિર્દેશ અપાયા

વિશેષ નિર્દેશ અપાયા

આ ઉપરાંત 106 સેક્ટર મોબાઈલ અને 27 ક્યુઆરટી વાહનોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત શહેરની તમામ ચેક પોસ્ટ પર વાહનની તલાશી કરવામાં આવી રહી છે. તમામ સંવેદનશીલ બૂથો પર સીનિયર અધિકારીઓને દેખરેખ રહેશે. લોકોને ભયમુક્ત કરવા માટે પોલીસ ફ્લેગમાર્ચ કરવામાં આવી રહ્યો છે. મતદાન પ્રત્યે જાગરુકતા માટે મોહલ્લા મિટિંગ પણ થઈ રહી છે. ચૂંટણી આચાર સંહિતાનું પાલન તથા કોવિડ ગાઈડલાઈન માટે સુરક્ષા બળોને વિશેષ નિર્દેશ આપવામાં આવ્યા છે. માસ્ક અને સેનેટાઈઝર પણ ઉપલબ્ધ કરાવ્યા છે.

323 હથિયાર જમા કર્યાં

323 હથિયાર જમા કર્યાં

તોમરે જણાવ્યું કે મનપાની ચૂંટણીને પગલે પોલીસે અત્યાર સુધી 323 હથિયાર જપ્ત કર્યાં છે. 73 વાંછિત આરોપીઓને પકડ્યા છે. 74ને તડીપાર અને 71 વિરુદ્ધ પાસા અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી છે. 587 દરોડા પાડી દારૂ માફિયાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. કુલ મિલાવી 582 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

સુરતઃ અપક્ષ ઉમેદવારના સમર્થકોએ ઢાબામાં તોડફોડ કરી માલિક અને તેના નિત્રોને માર્યાસુરતઃ અપક્ષ ઉમેદવારના સમર્થકોએ ઢાબામાં તોડફોડ કરી માલિક અને તેના નિત્રોને માર્યા

English summary
surat: 10 thousand security personal deployed for peaceful voting
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X