For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વીર નર્મદ યુનિવર્સિટીનુ પેપર ફુટ્યુ, વાત બહાર આવતા બી.કોમ સેમેસ્ટર 6નુ પેપર કરાયુ રદ

પેપર ફૂટ્યુ...! આ શબ્દ ગુજરાતમાં દર બે દિવસે સાંભળવા મળે છે. સરકારી નોકરીઓની પરીક્ષામાં પેપર ફૂટવાના કિસ્સા વધી રહ્યા છે. ધોરણ 10નું પેપર હોય કે પછી અન્ય સ્પર્ધાત્મક પરીક્ષા, આવારનવાર પેપર ફુટતા જ રહે છે. હવે રાજ્યમાં વ

|
Google Oneindia Gujarati News

પેપર ફૂટ્યુ...! આ શબ્દ ગુજરાતમાં દર બે દિવસે સાંભળવા મળે છે. સરકારી નોકરીઓની પરીક્ષામાં પેપર ફૂટવાના કિસ્સા વધી રહ્યા છે. ધોરણ 10નું પેપર હોય કે પછી અન્ય સ્પર્ધાત્મક પરીક્ષા, આવારનવાર પેપર ફુટતા જ રહે છે. હવે રાજ્યમાં વધુ એક પેપર ફૂટ્યુ હોવાનુ સામે આવ્યુ છે. વીર નર્મદ યુનિવર્સિટીમાં બીકોમનું સેમેસ્ટર 6નું ઇકોનોમિક્સનું પેપર ફૂટ્યુ. B.Comનું પેપર ફૂટ્યાનો યુનિવર્સિટીના સેનેટ સભ્ય ભાવેશ રબારીએ દાવો કર્યો છે. સેનેટ સભ્યનું કહેવુ છે કે કોચિંગ ક્લાસમાં એક દિવસ પહેલા પેપર મળ્યુ હતું. પેપર આપે તેના કલાક પહેલા પેપર ફૂટ્યાનો દાવો કરવામાં આવ્યો છે.

Paper Leak

સેનેટ સભ્ય ભાવેશ રબારીએ નિવેદન આપતા જણાવ્યું કે 'આ પેપર એક દિવસ પહેલા લીક થયુ છે. હાલમાં બી.કોમ સેમેસ્ટર 6ની પરીક્ષા ચાલે છે. 19 તારીખે બીએનું પેપર હતુ ત્યારે વિદ્યાર્થીઓને ઇકોનોમિક્સનું પેપર આપી દેવામાં આવ્યું હતું. કોમર્સ ફેકલ્ટીના ડીને આ ભૂલ છુપાવવા માટે પ્રશ્ન પત્ર પાછા લઇ લીધા અને વિદ્યાર્થીઓને કહેવામાં આવે છે કે આ અંગે કોઇને કહેતા નહી. વિદ્યાર્થીઓ દ્વારા મારા સુધી આ વાત પહોંચી ગઇ હતી.'

આ સમગ્ર મામલો સામે આવતા યુનિવર્સિટીના સત્તાધીશો એક્શનમાં આવી ગયા હતા. યુનિવર્સિટીના કુલપતિ દ્વારા પેપર રદ કરવામાં આવ્યું હતું. કુલ 5 પેપર રદ કરવામાં આવ્યા હતા. બાકીના પાંચેય પેપરની નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરાશે.

English summary
Veer Narmad University's B.com Sem 6 Paper Leaked
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X