For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકામાં મધર્સ ડે પરેડ દરમિયાન ગોળીબાર, 19 ઘાયલ

|
Google Oneindia Gujarati News

america
અમેરિકા, 13 મે : અમેરિકન રાજ્ય લૂસિયાનાના ન્યૂ ઓર્લીસ શહેરમાં કેટલાંક બંધૂકધારીઓએ રવિવારે બપોરે મધર્શ ડે પરેટ દરમિયાન ગોળીબાર શરૂ કરી દીધો. આ ઘટનામાં બે બાળકો સહિત ઓછામાં ઓછા 19 લોકો ઘાયલ થઇ ગયા. જેમાંથી ત્રણની હાલત હજીએ નાજુક છે.

પોલીસે જણાવ્યું કે લુસિયાના રાજ્યના સૌથી મોટા શહેર અને મેટ્રોપોલિટન વિસ્તારમાં બનેલી આ ઘટનામાં 10 પુરુષ, સાત મહિલાઓ તથા 10 વર્ષીય એક બાળક તથા યુવતી ઘાયલ થઇ ગયા છે.

પોલીસે જણાવ્યું કે યુવકને હળવી ઇજા પહોંચી છે અને તેની હાલત ઠીક છે જ્યારે એક મહિલા અને પુરુષની રવિવારે સાંજે સર્જરી કરવામાં આવી છે. ફ્રેંચમેન સ્ટ્રીટ પર થયેલી ગોળીબારના તુરંત બાદ પોલીસે ત્રણ શંકાસ્પદોને ઘટનાસ્થળથી ભાગતા દેખાયા. એસપી રોનલ સર્પાસે જાણકારી આપી કે ત્રણેય શંકાસ્પદોને બે અલગ પ્રકારના હથિયારો થકી આ ઘટનાને અંજામ આપ્યું છે. જેમાંથી એક શંકાસ્પદની ઉંમર 18-22 વર્ષ જેટલી છે અને તેના નાના વાળ હતા તથા સફેદ રંગની ટીશર્ટ પહેરી હતી.

પોલીસ પ્રવક્તા રેમી વાર્ડેને જણાવ્યું કે કોઇ પણ વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ નથી થયો, માટે કોઇને જાનનો ખતરો નથી. પરંતુ કોઇના હાલતની સાચી જાણકારી નથી. અને પીડિતોને સ્થાનિય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વાર્ડેને જણાવ્યું કે જાસૂસ સ્થાનીય વિસ્તારના વીડિયોની તપાસ કરી રહ્યા છે તથા પૂરાવા પણ એકઠા કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે આ અસામાન્ય ઘટના છે દોષિયોને ટૂંક સમયમાં પકડી પાડવામાં આવશે.

English summary
Two Kids, 17 Adults Wounded in New Orleans Mother's Day Parade Shooting.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X