For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

માઈક્રોસોફ્ટ અને એમેઝોન બાદ હવે આલ્ફાબેટ 12 હજાર કર્મચારીઓને છુટા કરશે

દુનિયાભરની કંપનીઓ કોરોનાના કારણે આર્થિક નુકસાનના દાવો કરી રહી છે અને કર્મચારીઓની છટણી કરી રહી છે. આ લિસ્ટમાં હવે Googleની પેરેન્ટ કંપની Alphabet નું નામ પણ જોડાયુ છે.

By Desk
|
Google Oneindia Gujarati News

આ દિવસોમાં દુનિયાભરની ટેક કંપનીઓને મંદીનો ડર સતાવી રહ્યો છે અને એક પછી એક કંપનીઓ કર્મચારીઓની સંખ્યા ઘટાડી રહી છે. હાલમાં જ સમાચાર આવ્યા હતા કે માઈક્રોસોફ્ટ અને એમેઝોને મોટી સંખ્યામાં કર્મચારીઓને ઘટાડવાની શરૂઆત કરી છે ત્યારે હવે વધુ એક કંપનીએ કર્મચારીઓને છુટા કરવાની જાહેરાત કરી છે.

sundar pichai

દુનિયાભરની કંપનીઓ કોરોનાના કારણે આર્થિક નુકસાનના દાવો કરી રહી છે અને કર્મચારીઓની છટણી કરી રહી છે. આ લિસ્ટમાં હવે Googleની પેરેન્ટ કંપની Alphabet નું નામ પણ જોડાયુ છે. આલ્ફાબેટે 12 હજાર કર્મચારીઓને છુટા કરવાની જાહેરાત કરી છે. રોઇટર્સને આપેલા એક નિવેદનમાં કંપનીના મુખ્ય કાર્યકારી અધિકારીએ આ વાત શેર કરી છે.

નોકરીનું નુકસાન કંપનીની ટીમને અસર કરે છે. જેમાં ભરતી અને અમુક કોર્પોરેટ કાર્યો તેમજ કેટલીક એન્જિનિયરિંગ અને પ્રોડક્ટ ટીમનો સમાવેશ થાય છે. આ છટણી કંપની દ્વારા વૈશ્વિક સ્તરે થશે.

આલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઈએ એક નોંધમાં જણાવ્યું કે, અમારા મિશનની મજબૂતાઈ, અમારા ઉત્પાદનો અને સેવાઓના મૂલ્ય અને AI માં અમારા પ્રારંભિક રોકાણોને કારણે હું આગળના આવસરો માટે આશ્વસ્ત છુ.

અહીં તમને જણાવી દઈએ કે, સ્વીગીએ પણ 380 કર્મચારીઓ છુટા કર્યા છે. સ્વીગી કંપનીએ એક નિવેદન જારી કરી જણાવ્યુ કે, ઓવરહાયરિંગ થઈ ગઈ હતી. જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. કંપનીએ આ મોટા પગલા માટે માફી પણ માંગી છે.

English summary
After Microsoft and Amazon, Alphabet will now lay off 12 thousand employees
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X