For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મિશેલે કહ્યુ 'અપેક્ષાથી વધુ', ઓબામા બોલ્યા,'અધૂરા કામો પૂર્ણ કરીશ'

By Super
|
Google Oneindia Gujarati News

barack obama
વોશિંગટન, 7 નવેમ્બરઃ બરાક ઓબામા અમેરિકાના ફરી વખત રાષ્ટ્રપતિ બનશે. તેમણે રિપબ્લિકન મિટ રોમનીને હરાવ્યા છે. જીત બાદ ઓબામાએ પોતાના સમર્થકોને એક ઇમેઇલ મોકલ્યો અને સમર્થન બદલ આભાર માન્યો છે. તેમણે મેઇલમાં કહ્યું છે કે જે કામ અધૂરા છે તેને તે પૂરા કરશે.

સીએનએનના જણાવ્યા પ્રમાણે ઓબામાએ પોતાના સમર્થકોને ઇમેઇલ મોકલ્યો છે. મેઇલમાં કહ્યું છે કે તે શિકાગોમાં ઉપસ્થિત જનમેદનીને સંબોધિત કરવા જઇ રહ્યાં છે, પરંતુ તમામને ધન્યવાદ કહેવા માંગુ છું. હું તમને જણાવવા માંગુ છું કે મને વિશ્વાસ નહોતો અને ના તો આ કોઇ સંયોગ છે, આ તમારા લોકોના કારણે થયો છે.

ઓબામાએ લખ્યું છે કે તમે તમારી જાતને દરેક સ્તર પર સુવ્યવસ્થિત કરી છે. તમે મુશ્કેલીમાં પણ આગળ રહ્યાં. રાષ્ટ્રપતિત્વ કાળ દરમિયાન હું તમારા આ સમર્થનની સરાહના કરતો રહીશ અને જે કામે મે શરૂ કર્યા હતા તેને પૂરા કરીશ, હજુ ઘણું બધું કરવાનું છે અત્યારે બસ ધન્યવાદ.

બીજી તરફ મિશેલ ઓબામાએ બધાનો આભાર માન્યો છે અને ટ્વિટ કર્યુ છે કે આ ઉમીદ કરતા વધારે છે. અમેરિકાની જનતાએ જે સમર્થન કર્યુ છે તેના માટે આભારી છું.

English summary
Barack Obama has been re-elected President of the United States of America. He claimed victory with posts on his Twitter and Facebook pages, tweeting, "This happened because of you. Thank you."
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X