For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આખરે પાકિસ્તાન ઝુક્યું, દુતાવાસના બન્ને કર્મચારીઓને છોડ્યા

પાકિસ્તાને ધરપકડ કરાયેલા બંને ભારતીય દૂતાવાસના કર્મચારીઓને ભારતના દબાણ સામે ઝૂકાવીને મુક્ત કર્યા છે. મળતી માહિતી મુજબ આ બંને કર્મચારીઓ સલામત રીતે ભારતીય મિશન પર પાછા ફર્યા છે.

|
Google Oneindia Gujarati News

પાકિસ્તાને ધરપકડ કરાયેલા બંને ભારતીય દૂતાવાસના કર્મચારીઓને ભારતના દબાણ સામે ઝૂકાવીને મુક્ત કર્યા છે. મળતી માહિતી મુજબ આ બંને કર્મચારીઓ સલામત રીતે ભારતીય મિશન પર પાછા ફર્યા છે. માહિતી મળી રહી છે કે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ દ્વારા તેમને કેદમાં રાખવામાં આવ્યા હતા, ત્યારબાદ ઇસ્લામાબાદ પોલીસે તેમની પૂછપરછ કરી હતી. જણાવી દઈએ કે તેના ગુમ થયાના સમાચાર સોમવારે સવારે ઇસ્લામાબાદથી આવ્યા હતા, ત્યારબાદ પાકિસ્તાની મીડિયાએ દાવો કર્યો હતો કે હિટ એન્ડ રન કેસમાં ઈસ્લામાબાદ પોલીસે તેની ધરપકડ કરી છે. ઇસ્લામાબાદ પોલીસ સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે અધિકારીની કાર એક રાહદારને ટકરાઈ હતી અને ત્યારબાદ તેણે ભાગવાનો પ્રયાસ કર્યો હતો. તે પછી ભારત સરકારે પાકિસ્તાન હાઈ કમિશનના રાજદ્વારીને નવી દિલ્હીમાં બોલાવી ફીટકાર લગાવી હતી.

Pakistan

ભારતે ડિમાર્ચ જાહેર કરીને કહ્યું કે બંને અધિકારીઓને સરકારી કાર સાથે તરત જ ઇસ્લામાબાદ સ્થિત ભારતીય દૂતાવાસ મોકલવામાં આવે. ભારત તરફથી કહેવામાં આવ્યું કે ભારતીય અધકારીઓની સુરક્ષા અને તેમની સલામતિની પૂરી જવાબદારી પાકિસ્તાની ઑથોરિટિઝની છે. એવામાં અધિકારીઓ સાથે કોઈપણ પ્રકારની પૂછપરછ કરવામાં ના આવે અને તેમને પરેશાન કરવામાં ના આવે. જણાવી દઇએ કે ડિપ્લોમેટિક કાનૂન મુજબ કોઇપણ દેશ કોઈ બીજા દેશના રાજનાયિકની ધરપકડ ના કરી શકે.

મામલો શું છે

જાણકારી મુજબ ઈસ્લામાબાદમાં ભારતીય દૂતાવાસના બે કર્મચારીઓ સોમવારથી લાપતા થયા હતા. ન્યૂજ એજન્સી એએનઆઇ મુજબ બંને કર્મચારી સત્તાવાર ડ્યૂટી માટે એક વાહનમાં દૂતાવાસથી બહાર ગયા પરંતુ પોતાના ડેસ્ટિનેશન સુધી નહોતા પહોંચી શક્યા. આ ઘટના ત્યારે સામે આવી જ્યારે દિલ્હીમાં બે પાકિસ્તાની અધિકારીઓને જાસૂસી કરતા રંગે હાથે પકડી લેવામાં આવ્યા હતા અને તેમને દેશ છોડવા માટે કહી દેવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: પાર્ટીઓએ મતભેદ દૂર કરી કોરોના સામેની લડાઇમાં એકજુટ થવું જોઇએઃ અમિત શાહ

English summary
Eventually Pakistan bowed down, releasing both embassy staff
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X