For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુવતીઓ નહી પહેરે મિની સ્કર્ટ અને હોટ પેન્ટ્સ તો નહીં થાય શારિરીક શોષણ!

|
Google Oneindia Gujarati News

બેઇજીંગ, 6 જૂન: પબ્લિક ટ્રાંસપોર્ટમાં સતત વધી રહેલી શારિરીક ઘટનાઓને રોકવા માટે ચીનના પાટનગર બેઇજીંગમાં એક અજીબ-ગરીબ ફતવો જારી કરવામાં આવ્યો છે. બેઇજીંગ પોલીસે મહિલાઓને કહ્યું છે કે મીની સ્કર્ટ અને હોટ પેન્ટ્સ પહેરીને બસ અને સબવેમાં મુસાફરી ના કરે. એટલું જ નહીં યુવતીઓને એ પણ સૂચના આપવામાં આવી છે કે શારિરીક શોષણથી બચવા માટે પોતાને અખબાર અથવા બેગથી ઢાંકી દે જ્યારે તે પબ્લિક ટ્રાંસપોર્ટમાં સફર કરી રહી હોય.

ચાઇના ડેલીના અહેવાલ અનુસાર બેઇજીંગના લોકો સુરક્ષા બ્યૂરો સાથે સંબંધિત યાતાયાત વિભાગે મહિલાઓને દિશાનિર્દેશ જારી કર્યા છે. યુવતીઓને કહેવાયું છે કે પબ્લિક ટ્રાંસપોર્ટમાં મુસાફરી સમયે મિની સ્કર્ટ અને હોટ પેન્ટ્સ ના પહેરે. તેમણે ચેતવણી આપવામાં આવી છે કે છેડછાડની સ્થિતિમાં તુરંત પોલીસને સૂચિત કરવામાં આવે.

આના માટે પબ્લિક ટ્રાંસપોર્ટના ફ્રંટ સાઇડ અને બેક સાઇડ પર હેલ્પ લાઇન નંબર પણ લખવામાં આવ્યો છે. સૌથી અલગ અને ચોંકાવનાર ફરમાન એ છે કે મહિલાઓને સજાગ કરવામાં આવી છે કે તે બસોમાં ઉંચી સીટ પર બેસવા ઉપરાંત નીચેની સીટો પર બેસે જેથી કોઇ તેમની તસવીર ખેંચી ના શકે.

આ નવી ગાઇડલાઇન અનુસાર જો કોઇ મહિલાઓને પરેશાન જણાયું તો તેને 15 દિવસો સુધી પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવશે અને સાથે સાથે તેની પર ભારે દંડ ફટકારવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ચીનમાં મહિલાઓની બસો અને મેટ્રોમાં સફર કરતા સમયે છેડછાડ અને શારિરીક શોષણનો સામનો કરવો પડે છે.

પબ્લિક ટ્રાંસપોર્ટમાં મોબાઇલ ફોનથી મહિલાઓની આપત્તિજનક તસવીરો ખેંચવાના વધતા મામલાઓ બાદ આ નવી ગાઇલાઇન્સ જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત ચીનમાં મહિલાઓ પ્રત્યે જૂનવાણી સામાજિક વલણ જ કાયમ છે અને સરકારી નોકરીયો તથા ખાનગી બિઝનેસમાં કાર્યરત પુરુષો અને મહિલાઓના પ્રમાણમાં ખૂબ જ અંતર છે.

English summary
Chinese police are warning women not to wear mini skirts or hotpants to avoid sexual harassment on public transport.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X