એક-બે નહીં 30 ફૂટ ઉંચા ઝાડ પર ચઢી શકે છે મગર

Posted By: Staff
Subscribe to Oneindia News
crocodiles-can-climb
ઓરલેન્ડો, 28 ફેબ્રુઆરીઃ જ્યારે પણ આપણે ક્યાંક પ્રવાસે ગયા હોય અને ખાસ કરીને એ વિસ્તારમાં જે મગરો માટે જ જાણીતો હોય, ત્યાં આપણે સામાન્ય રીતે પાણીમાં અથવા તો આસપાસની જમીન પર નજર ફેરવીએ છીએ, અને ચકાસી લઈએ છીએ કે ક્યાંક તે આપણી નજીક નથી ને, પરંતુ હવે જ્યારે પણ તમે આવા વિસ્તારમાં જાઓ તો પહેલાં આકાશ તરફ પણ નજર ફેરવી લેજો, કારણ કે તાજેતરમાં એક શોધ કરવામાં આવી છે, જેમાં જાણવા મળ્યું છે કે, મગર ઝાડ પર પણ ચડી શકે છે.

આ શોધ યુનિવર્સિટી ઓફ ટેન્નેસીના રિસર્ચર વ્લાદિમી ડિનેટ્સ દ્વારા કરવામાં આવી છે. તેમણે આ શોધ માટે ઓસ્ટ્રેલિયા, આફ્રિકા અને નોર્થ અમેરિકા પર પસંદગી ઉતારી હતી. જેમાં તેમણે નોંધ્યું હતું કે મગર જમીનથી છ ફૂટ ઉંચે સુધી ચઢી શકે છે, જો કે, ડિનેટ્સ ત્યારે ચોંકી ગયા કે મગર જમીનથી 30 ફૂટ ઉંચે સુધી ઝાડ પર ચઢી શકે છે.

ડિનેટ્સે જણાવ્યું કે, મોટા ભાગે મગરની પૂંછડી અને પગનો આકાર એવો નથી હોતો જેવો એક પર્વતારોહકને જોઇએ છે, જો કે, નાના મગર સીધા ચઢી શકે છે, જ્યારે મોટા મગરને પોતાની જાતને ઝાડ પર ચઢતી વખતે સેટ કરવી પડે છે, આ તમામ સરિસૃપ હોય છે. તેઓ આ પ્રક્રિયામાં ધીરા હોય છે. આ સર્વેમાં એ વાત પણ જાણવા મળી છે કે, મગર ઝાડ પોતાના વિસ્તારને જોવા માટે અને સૂર્યની ગરમી લેવા માટે ચઢતા હોય છે. આવું એ એટલા માટે કરે છે કે જેથી તેઓ તેમના શરીરનું તાપમાન જાળવી શકે.

English summary
Crocodiles can climb trees, says researchers
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.