For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગેંગરેપથી દેશ શરમજનક સ્થિતિમાં, ચીને માર્યું મેણું

|
Google Oneindia Gujarati News

gang rape
બેઇજીંગ, 1 જાન્યુઆરી: નવી દિલ્હીમાં સામૂહિક બળાત્કારનો શિકાર બનેલી 23 વર્ષીય પેરા-મેડિકલની વિદ્યાર્થિનીનું સિંગાપૂરની એલિઝાબેથ હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધનની ઘટનાને ચીનનું એક સરકારી સમાચાર પત્ર ભારતીય લોકતાંત્રિક પ્રણાલીની અક્ષમતાના રૂપે જુએ છે. રાજધાની નવી દિલ્હીમાં રવિવારે 16 ડિસેમ્બરની રાત્રે ચાલતી બસમાં સામૂહિક બળાત્કારનો શિકાર બનેલી વિદ્યાર્થિનીનું સિંગાપૂરની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

ગ્લોબલ ટાઇમ્સે 'ભારતીય બળાત્કાર ઘટના સ્ત્રી-પુરુષો વચ્ચે વાસ્તવિક સમાનતાનો અભાવ દર્શાવે છે' એવા શીર્ષક સાથે લખ્યું છે કે આ તો સમસ્યાનો માત્ર એક પાસું જ બહાર આવ્યું છે. અખબારે લખ્યું છે કે 'ભારતમાં મહિલાઓની જાતિય સતામણી ચોંકાવનારી છે. નવી દિલ્હીમાં વર્ષ 2011માં બળાત્કારના 572 મામલા સામે આવ્યા છે અને છેલ્લા 40 વર્ષોમાં આની સંખ્યામાં સાતગણો વધારો થયો છે.'

અખબારે લખ્યું છે કે 'છ દાયકા પહેલા ચીન અને ભારતનો વિકાસ સ્તર એક સમાન હતો, પરંતુ ચીન દ્વારા સુધારાઓ લાગૂ કરવાથી અને પોતાની મર્યાદાઓને વિસ્તારતા વિકાસ રેખામાં વધારો થયો છે. વિશ્લેષકો કહે છે કે ભારત આર્થિક વિકાસમાં ચીન કરતા એક દાયકા પાછળ છે અને સામાજીક વિકાસમાં ત્રણ દાયકા પાછળ ચાલી રહ્યું છે.'

ગ્લોબલ ટાઇમ્સે લખ્યુ છે કે 'જોકે દુનિયાના સૌથી મોટા લોકતાંત્રિક દેશ ભારતને તેની શાનદાર પ્રણાલી માટે પશ્ચિમમાં મહાન સંભાવનાઓથી ભરપૂર માનવામાં આવે છે. પરંતુ એક અક્ષમ અને અસમાન લોકતંત્ર પોતાની સંભાવનાઓનો યોગ્ય ઉપયોગ નથી કરી શકતો.'

English summary
Delhi gang rape china media fire on India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X