For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડોનાલ્ડ ટ્રમ્પે કોવિડ-19ના રાહત બિલ પર કર્યા હસ્તાક્ષર, $900 બિલિયનનુ છે રાહત પેકેજ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોવિડ-19 રિલીફ બિલ પર હસ્તાક્ષર કરી દીધા છે.

|
Google Oneindia Gujarati News

US President Donald Trump signed COVID-19 relief bill: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોવિડ-19 રિલીફ બિલ પર હસ્તાક્ષર કરી દીધા છે. આ માહિતી ખુદ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વિટ કરી દીધી છે. ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા હસ્તાક્ષર કરવામાં આવેલ કોવિડ-19 રાહત પેકેજ $900 બિલિયનનુ છે. ($900 billion) ડોનાલ્ડ ટ્રમ્પે એ પહેલા આના પર મહોર લગાવવાનો ઈનકાર કર્યો હતો અને કહ્યુ હતુ કે આની રકમ વધારવી જોઈએ. જો 2020 વર્ષના અંતમાં ડોનાલ્ડ ટ્રમ્પ કોવિડ-19 રાહત અને ખર્ચ બિલ પર સાઈન ન કરતા તો લાખો અમેરિકી યુવાનોને બેરોજગારો તેમજ બેરોજગારી ભથ્થા ન મળી શકતા.

trump

ડોનાલ્ડ ટ્રમ્પના આ બિલ પર મહોર લાગ્યા બાદ કોરોના વાયરસ(Coronavirus)ના કારણે બેરોજગાર થયેલી જનતાને મદદ મળશે. જો કે ટ્ર્મ્પે બિલ પર હસ્તાક્ષરમાં એક સપ્તાહનો વિલંબ કર્યો છે. ચારે તરફના દબાણ બાદ ટ્રમ્પે આ પગલુ ઉઠાવ્યુ છે. મહામારીથી આર્થિક સંકટનો સામનો કરનાર લોકો માટે આ બિલ ઘણુ મદદગાર છે.

ડોનાલ્ડ ટ્રમ્પે કોવિડ-19 રિલીફ બિલ પર હસ્તાક્ષર કર્યા બાદ કહ્યુ છે કે મે બેરોજગારોને ફાયદો પહોંચાડવા માટે આ બિલ પર હસ્તાક્ષર કર્યા છે. હું ઈચ્છુ છુ કે લોકો પાસે પીપીપી માટે પૈસા આવે, આપણા એરલાઈન કર્મચારીઓ કામ પર પાછા આવે, વેક્સીન માટે લોકોપાસે પૂરતા પૈસા હોય અને બીજા પણ ઘણા લાભ મળે.. એટલા માટે આ આ બિલ પર સાઈન કરી છે.

તમને જણાવી દઈએ કે દુનિયાભરમાં કોરોના મહામારીથી સૌથી વધુ પ્રભાવિત અમેરિકા થયુ છે. અમેરિકામાં કોરોનાથી સૌથી વધુ મોત અને કેસ સામે આવ્યા છે. એવામાં આ $900 બિલિયનનુ રાહત પેકેજ લોકો માટે રિલીફ આપશે. બેરોજગારો અને જરૂરિયાતમંદોની મદદ માટે અમેરિકામાં આ બિલ કાઢવામાં આવ્યુ હતુ.

આજથી ડ્રાઈવર વિના ચાલશે દિલ્લી મેટ્રો, PM કરશે શરૂઆતઆજથી ડ્રાઈવર વિના ચાલશે દિલ્લી મેટ્રો, PM કરશે શરૂઆત

English summary
Donald Trump signed $900 billion Covid relief bill.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X