For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'નગ્ન કરીને ઘસેડવા માટે પોલીસ જવાબદાર'

|
Google Oneindia Gujarati News

Egypt-protest
કાહિરા, 4 ફેબ્રુઆરીઃ ઇજીપ્તની રાજધાની કાહિરામાં પોલીસ દ્વારા નગ્ન અવસ્થામાં રસ્તા પર ઘસેડવામાં આવેલા એક વ્યક્તિએ પોતાની સાથે થયેલા વર્તન માટે સુરક્ષા દળોને જવાબદાર ઠેરવ્યા છે. પહેલા હમાદા સાબેરે તેના માટે પ્રદર્શકારીઓને જવાબદાર ગણાવ્યા હતા.

શુક્રવારે જ્યારે રાષ્ટ્રપતિ ભવન બહાર નારાજ પ્રદર્શનકારીઓ પોતાનો વિરોધ પ્રદર્શિત કરી રહ્યા હતા ત્યારે સરકારી ટીવી પર વર્દીધારી ઓફિસર્સને સોબેર સાથે મારપીટ કરતા દર્શાવવામાં આવ્યા હતા. વ્યવસાયે પેન્ટર 50 વર્ષિય સાબેરે હોસ્પિટલમાં જણાવ્યું હતું કે પ્રદર્શનકારીઓએ તેના કપડાં ફાડી નાંખ્યા અને તેની ધોલાઇ કરી જ્યારે પોલીસે તેનો બચાવ કર્યો હતો.

પરંતુ બાદમાં તેણે પોતાની સાથે થયેલા ગેરવર્તન અને મારપીટ માટે પોલીસને જવાબદાર ઠેરવી છે. સાબેરનું કહેવું છે કે તેની પાસેથી દબાણપૂર્વક નિવેદન બદલાવવામાં આવ્યું હતું.

તેમના પુત્રએ બીબીસીને જણાવ્યું કે તેમણે હવે પોલીસ પર આરોપ લગાવ્યો છે, પોલીસને લાગ્યું કે સોબેર પ્રદર્શન સ્થળ પર પેટ્રોલ બોમ્બ રાખી રહ્યા છે. સોબેરે કહ્યું કે,પોલીસે બાદમાં તેમની માફી માંગી છે. રાષ્ટ્રપતિ મોહમ્મદ મોરસીએ આ ઘટનાની નિંદા કરી છે અને મામલાની તપાસના આદેશ આપ્યા હતા, પરંતુ સરકાર વિરોધીએ તેને માનવતા વિરોધનો ગુન્હો ગણાવ્યો છે.

શુક્રવારે થયેલા પ્રદર્શન દરમિયાન પોલીસે પથ્થરમારો કરી રહેલા ટોળા પર આસું ગેસ અને પાણીના ફુવારાનો ઉપયોગ કર્યો. ઇજીપ્તમાં તાજેતરના દિવસોમાં હિંસામાં ડજનેક લોકો માર્યા ગયા છે. પ્રદર્શન દરમિયાન શુક્રવારે એક વ્યક્તિનું મોત નિપજ્યું છે અને 50 લોકો ઇજાગ્રસ્ત થયા છે. પ્રદર્શનકારી મોરસી પર 2011ની ક્રાન્તિની સાથે દગો કરવાનો આરોપ લગાવે છે, પરંતુ રાષ્ટ્રપતિ તેનો ઇન્કાર કરી રહ્યાં છે.

English summary
Egyptians were outraged after a video showing police brutality was broadcast live on television Friday. Later in the weekend the victim gave conflicting views of who beat him.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X