For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મરીન વિવાદઃ યૂરોપીય સંઘની ભારતને ચેતવણી

By Super
|
Google Oneindia Gujarati News

marine
રસેલ્સ, 20 માર્ચઃ બે ભારતીય માછીમારોની હત્યાના આરોપમાં ઘેરાયેલા ઇટલીના બે નૌસૈનિકોના કારણે ભારત અને ઇટલી વચ્ચે જારી વિવાદને લઇને ભારત દ્વારા ઇટલીના રાજદૂતને દેશ છોડીને નહીં જવાના અપાયેલા નિર્દેશને યૂરોપીય સંઘે ગેરકાયદે ગણાવ્યો છે. ગત સપ્તાહે સુપ્રીમ કોર્ટે ઇટલીના રાજદૂત ડેનિયલ મેનચિનીને ભારત છોડવામાં રોક લગાવી દીધી હતી, જ્યારે ઇટલીએ આ બન્ને નૌસૈનિકોને કાયદાકીય ટ્રાયલ માટે ભારત મોકલવાની મનાઇ ફરમાવી દીધી હતી. ઇટલીના આ બન્ને નૌસૈનિકો પર આરોપ છે કે તેમણે ગત વર્ષે ફેબ્રુઆરીમાં કેરળના સમુદ્રતટ પર બે ભારતીય માછીમારોની હત્યા કરી હતી.

યૂરોપીય સંઘના વિદેશી નીતિના પ્રમુખ કૈથરીન એસ્ટને ઇટલીના રાજદૂત અંગે ભારતને કોર્ટ દ્વારા આપવામાં આવેલા નિર્ણય પર ચિંતા વ્યક્ત કરીછે. એસ્ટને 1961ની વિયના સંઘિનો હવાલો આપતા કહ્યું કે દ્વિપક્ષીય સંબંધો માટે આ સંઘિનું પાલન કરવામાં આવવું જોઇએ. એસ્ટને કહ્યું છે કે જો ભારત ઇટલીના રાજદૂતની સ્વતંત્રતા પર રોક લગાવે છે, તો તે આ સંઘિના નિયમોનું ઉલ્લંઘન હશે.

યૂરોપીય સંઘના આ અધિકારીએ વધુમાં જણાવ્યું છે કે આ વિવાદનો હલ બન્ને દેશો વચ્ચે વાતચીત અને સહમતિથી જ સંભવ છે. યૂરોપીય સંઘના આ નિવેદનમાં સોમવારે ઇટલીના વિદેશ મંત્રાલય તરફથી જારી કરવામાં આવેલા નિવેદનની ઝલક જોવા મળે છે, જેમાં ઇટલીના વિદેશ મંત્રાલયે દાવો કર્યો હતો કે ભારતીય કોર્ટનો નિર્ણય દ્વિપક્ષીય પ્રતિરક્ષા કાયદાનું ઉલ્લંઘન છે. ઇટલીનું કહેવું છે કે, બન્ને નૌસૈનિકોના મામલામાં આંતરરાષ્ટ્રીય કાયદો જ લાગુ થાય છે. આ મામલાનો હલ આંતરરાષ્ટ્રીય કાયદા અનુરુપ જ નિકળવો જોઇએ. આ ઇરાદાથી ઇટલીએ બીજી ન્યાય પ્રક્રિયા અપનાવવા પર જોર આપ્યું હતું.

સુપ્રીમ કોર્ટે ગત મહિને ઇટલીમાં થયેલી સંસદીય ચૂંટણીમાં વોટ આપવા માટે આ બન્ને નૌસૈનિકોને 4 અઠવાડિયા માટે ઇટલી જવાની પરવાનગી એ શરતે આપી હતી કે તે ભારત પરત ફરશે, પરંતુ આ બન્નેએ એવું કર્યું નથી. જ્યારે ઇટલીના વિદેશ મંત્રાલયનું કહેવું છે કે આ વિવાદ આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ આવે છે, તેથી તેનો હલ સંયુક્ત રાષ્ટ્ર સંઘના નિયમો અનુસાર થવો જોઇએ. નોંધનીય છે કે આ વિવાદ વકરતા મનમોહન સરકારે ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો.

English summary
India would be breaking international law if it stops Italy's ambassador from leaving the country in a dispute over two Italian marines charged with killing two Indian fishermen, the European Union said on Tuesday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X