ફાતિમા ભુટ્ટો પાકિસ્તાનમાં ચૂંટણી લડશે

બેનઝીર ભુટ્ટોના ભાઇ મુર્તુઝા ભુટ્ટોની પુત્રી ફાતિમા (ઉ.વ.30) છેલ્લાં કેટલાક સમયથી કહેતી હરતી કે તે રાજકારણમાં જંપલાવવા માંગતી નથી.
મિડીયાના સમાચારોમાં ફાતિમા ભુટ્ટોની સાવકી માતા ધિનવા ભુટ્ટોના હવાલેથી કહેવામાં આવ્યું છે કે ફાતિમા રહીમ યાર ખાન જિલ્લાના લિકાયતપુર ક્ષેત્રમાંથી ચૂંટણી લડશે.
પાકિસ્તાન પીપલ્સ પાર્ટી શહીદ ભુટ્ટો (પીપીપી-એસબી)ની પ્રમુખ ઘિનવાએ શનિવારે પંજાબના બહાવલપુરમાં એક સભાને સંબોધતા આ જાહેરાત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ફાતિમા ભુટ્ટો પોતાના પિતાની હત્યા પર વિવાદાસ્પદ પુસ્તક 'સાંગ્સ ઑફ બ્લડ એંડ સ્વર્ડ' લખ્યું છે. આટલું જ નહી ફાતિમા ભુટ્ટો સત્તારૂઢ પાકિસ્તાન પીપલ્સ પાર્ટી અને ભુટ્ટો-ઝરદારી પરિવારની વંશવાદી રાજકારણની કડક ટીકાકાર છે.












Click it and Unblock the Notifications
