For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

માઉન્ટ એવરેસ્ટમાંથી 11 ટન કચરો કાઢ્યો, ચાર લાશો પણ મળી

માઉન્ટ એવરેસ્ટ પર જનાર લોકોમાં દર વર્ષે વધારો થઇ રહ્યો છે પરંતુ તેને કારણે દુનિયાની સૌથી ઉંચી ચોંટી માઉન્ટ એવરેસ્ટને નુકશાન પણ થઇ રહ્યું છે.

|
Google Oneindia Gujarati News

માઉન્ટ એવરેસ્ટ પર જનાર લોકોમાં દર વર્ષે વધારો થઇ રહ્યો છે પરંતુ તેને કારણે દુનિયાની સૌથી ઉંચી ચોંટી માઉન્ટ એવરેસ્ટને નુકશાન પણ થઇ રહ્યું છે. ખરેખર દુનિયાના સૌથી ઉંચા પહાડ પર કચરાના થર જામી ગયા છે. નેપાળ સરકાર છેલ્લા બે મહિલાથી શેરપાઓની મદદથી માઉન્ટ એવરેસ્ટ પર સફાઈ અભિયાન ચલાવી રહી છે. આ સફાઈ અભિયાનમાં લાગેલા લોકોએ અત્યારસુધીમાં 11 હજાર કિલો કચરો અને ચાર લાશોને ત્યાંથી હટાવી છે.

પહાડ માનવ મળ મુત્રથી ભરેલુ છે

પહાડ માનવ મળ મુત્રથી ભરેલુ છે

એવરેસ્ટથી પાછી ફરનાર પર્વતારોહી જણાવે છે કે ત્યાં માનવ મળ મુત્ર વધી ગયું છે. તેની સાથે સાથે ઓક્સિજનની બોટલો, ફાટેલા ટેન્ટ, દોરી, તૂટેલી સીડી, ડબ્બા અને પ્લાસ્ટિક રેપરો ચારે તરફ વેખરેલા છે, જેને પર્વતારોહી ઓ ત્યાં છોડી જાય છે. આ અભિયાન સાથે જોડાયેલા એક અધિકારીએ કહ્યું કે કેટલોક કચરો કાઠમંડુ મોકલી આપવામાં આવ્યો છે, જેથી તેને રીસાઇકલ કરી શકાય. અધિકારીએ અભિયાનને સફળ ગણાવતા કહ્યું કે કેટલોક કચરો હજુ પણ ભેગો કરવાનો બાકી છે. આ કચરો બરફથી ઢંકાયેલો છે અને તાપમાન વધ્યા પછી જ દેખાય છે.

નેપાળ સરકારે લગભગ 2.3 કરોડ નેપાળી રૂપિયા ખર્ચ કર્યા

નેપાળ સરકારે લગભગ 2.3 કરોડ નેપાળી રૂપિયા ખર્ચ કર્યા

નેપાળ સેનાના જનસંપર્ક નિદેશક દેવ પાંડેય ઘ્વારા જણાવવામાં આવ્યું કે સફાઈ અભિયાન દરમિયાન 11,000 કિલો કચરો સાફ કરવામાં આવ્યો છે. જેમાં 1000 કિલો કચરો પહેલા દિવસે નીચે લાવવામાં આવ્યો હતો. મંગળવારે છેલ્લી વાર 5000 કિલો કચરો નીચે લાવવામાં આવ્યો. તેમને જણાવ્યું કે આ સફાઈ અભિયાન આવતા વર્ષે પણ કરવામાં આવશે. આ સફાઈ અભિયાનમાં નેપાળ સરકારે લગભગ 2.3 કરોડ નેપાળી રૂપિયા ખર્ચ કર્યા છે.

11,000 ડોલરમાં એવરેસ્ટ પર જવાનું પરમીટ મળે છે

11,000 ડોલરમાં એવરેસ્ટ પર જવાનું પરમીટ મળે છે

કેટલોક કચરો ખરાબ હવામાનને કારણે નીચે નથી લાવવામાં આવ્યો, પરંતુ તેને બેગમાં ભેગો કરવામાં આવ્યો છે. મોટાભાગનો કચરો કેમ્પ 2 અને 3 પાસે છે. આ તે કેમ્પ છે જ્યાં પર્વતારોહીઓ આરામ કરે છે. હજુ સુધી આ વાતની માહિતી નથી મેળવી શકાય કે પર્વત પર હજુ કેટલો કચરો છે. કાઠમંડુ 11,000 ડોલરમાં કોઈને પણ માઉન્ટ એવરેસ્ટ ચડવા માટે પરમીટ આપી દે છે. તેઓ તાપસ પણ નથી કરતા કે વ્યક્તિ પર્વતારોહી છે કે નથી. આ વર્ષે નેપાળે 381 પરમીટ જાહેર કર્યા છે. આ અઠવાડિયે પુરા થયેલા પર્વતારોહણ સીઝનમાં 11 લોકોની મૌત થઇ ચુકી છે.

English summary
Found 11 tons of garbage from Mount Everest, four dead bodies were also found
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X