For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

UNની ચેતવણી, ભારતમાં ક્લાઇમેટ ચેન્જના કારણે ભૂખથી થશે લોકોના મોત

|
Google Oneindia Gujarati News

યોકોહામ, 1 એપ્રિલ: યૂએને ભારત સહિત દુનિયાના તમામ દેશોને ચેતવણી આપી છે કે ક્લાઇમેટ ચેન્જના કારણે અત્રે આવનારા વર્ષોમાં સ્તિથિ કથળથી જશે અને લોકોના મોત ભૂખના કારણે થશે. રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું છે કે દિલ્હી અને મુંબઇ જેવા ઘણા શહેરો પર પૂરનો ખતરો મંડરાઇ રહ્યો છે. ક્લાઇમેટ ચેન્જ પહેલા પણ દરેક દેશ પર પોતાની અસર વર્તાવી ચૂક્યો છે, જોકે હજી ઘણું ખરાબ થવાનું બાકી છે. સોમવારે ક્લાઇમેટ ચેન્જ પર બનેલા યુનાઇટેડ નેશન્સના ગ્રુપના ઇંટરગવર્નમેન્ટલ પેનલની રિપોર્ટને જારી કરી દેવામાં આવ્યા છે. આ પેનલના ચેરમેન રાજેન્દ્ર કે. પચોરીએ જણાવ્યું કે ધરતીનો કોઇ પણ ભાગ અને કોઇ પણ પ્રાણી ક્લાઇમેટ ચેન્જની અસરથી ત્યા સુધી નહી બચી શકે જ્યાં સુધી ગ્રીનહાઉસ ઉત્સર્જનને નિયંત્રિત ના કરવામાં આવે.

યુદ્ધ જેવી સ્થિતિ સર્જાશે...

આ રિપોર્ટમાં વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે ઘણા દેશામાં બરફ પીઘળવા લાગ્યા છે, આર્કટિકમાં બરફ જડપથી પીઘળી રહ્યા છે. પાણીની આપૂર્તિ પર ખાસી અસર પડવાની છે. ગરમી અને મૂશળાધાર વરસાદ આવનારા દિવસોમાં વધુ પરેશાન કરશે. સમુદ્રની અંદર સ્થિત ઘણી પ્રજાતિઓ જેવી કે માછલી, અને અન્ય જીવજંતુઓ નષ્ટ થવાના કગાર પર છે. સમુદ્રની જળસપાટી વધતી જઇ રહ્યી છે જેના કારણે તટીય જનસમુદાયો પર પણ અસર પડી રહી છે. આ ઉપરાંત સમુદ્રની જળસપાટીમાં વધારો એટલા માટે ખતરનાક છે કારણ કે તે કાર અને અન્ય પાવર પ્લાંટ્સમાંથી નિકળનાર કાર્બનડાયોક્સાઇડને સરળતાથી ઓબ્જર્વ કરી લે છે.

climate
રિપોર્ટની માનીએ તો આર્કટિક પર સ્થિ ઓર્ગેનિક સપાટી તો જામેલી હતી હવે તે પીઘળવાની શરૂ થઇ ગઇ છે. રિપોર્ટની માનીએ તો આ તો કંઇ નથી હજી આનાથી પણ ખરાબ સ્થિતિ સર્જાવાની છે. આ પેનલ તરફથી ત્રણ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યા છે કે જેમાં બીજા રિપોર્ટમાં વૈજ્ઞાનિકોએ લખ્યું છે કે ગરીબ દેશોને સપ્લાઇ થતા ખાદ્યાન્નો પર ક્લાઇમેટ ચેન્જની અસર જોવા મળશે. અને આપૂર્તિ આવનારા કેટલાંક વર્ષોની અંદર ખતરામાં પડતી દેખાઇ રહી છે. તેના કારણે ગરીબ દેશોમાં રહેનારા લોકોએ ભૂખે મરવા માટે તૈયાર રહેવું પડશે.

રિપોર્ટ અનુસાર 21મી સદીમાં ક્લાઇમેટ ચેન્જના કારણે ઇકોનોમિક ગ્રોથ રોકાઇ જશે અને ગરીબીને ખતમ કરવામાં વધુ મુશ્કેલીઓ આવશે. આના કારણે ખાદ્યાન્ન સુરક્ષા ઓછી થઇ જશે અને નવા ગરીબ વર્ગનું નિર્માણ થશે. ખાસ વાત એ છે કે શહેરી વિસ્તારમાં હાલાત વધુ ખરાબ થશે અને આ વિસ્તારો ભૂખ્યા શહેરોમાં ગણાશે. રિપોર્ટની માનીએ તો આ તમામની પાછળ ક્લાઇમેટ કંટ્રોલ અપ્રત્યક્ષ રીતે જવાબદાર રહેશે. સાથે સાથે ગરીબી અને આર્થિક ઝટકાઓને ઝેલવા માટે તૈયાર રહેવું પડશે.

English summary
UN warns that poor nations like India will have to face war like situations and many people will die because of hunger in its report based on Climate control launched by UN in Japan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X