For Quick Alerts
For Daily Alerts
સોનાની ખાણ ઢળી પડતાં 37 લોકોના મોત
બાનગુઇ, 26 જૂન: સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિકના નદાસિમામાં એક સોનાની ખાણ ઢળી પડતાં ઓછામાં ઓછા 37 લોકોના મોત નિપજ્યાં છે. રાષ્ટ્રીય રેડિયોના સમાચાર અનુસાર અકસ્માત બાદ રાષ્ટ્રપતિ માઇકલ દજોતોદિયાએ ત્રણ દિવસના શોકની જાહેરાત કરી છે.
રાષ્ટ્રપતિના પ્રવક્તા પ્રોસ્પર નદોઉબાએ રેડિયો પર કહ્યું હતું કે ભારે વરસાદના કારણે રવિવારે થયેલા ભૂસ્ખલનમાં લગભગ 37 લોકોના મોત નિપજ્યાં છે. તેમને કહ્યું હતું કે એ વાતની આશંકા છે આગામી કેટલાક કલાકો અથવા આગામી દિવસોમાં મૃતકોની સંખ્યા વધી શકે છે.