For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હોલેન્ડના વિજ્ઞાનીઓએ લોકોના મનની વાત વાંચવાનો માર્ગ શોધ્યો

|
Google Oneindia Gujarati News

હોલેન્ડની નેયમેગન યુનિવર્સિટીના વિજ્ઞાનીઓએ મનુષ્યના મનમાં શું છે, તે વાંચવા માટેનો માર્ગ શોધી લીધો છે. આ વિજ્ઞાનીઓએ એક એવું ઉપકરણ વિકસાવ્યું છે કે જેમાં એમઆરઆઇ ટેકનિક (ચુમ્બકીય અનુવાદ ટેકનિક) વિકસાવી છે. આ ટેકનીકને જોડીને તેની ઉપયોગ માનવ મસ્તિષ્કની પ્રવૃત્તિઓને માપવા માટે કરી શકાશે.

એમઆરઆઇ ટેકનિકના માધ્યમથી નોંધવામાં આવેલી મગજની માહિતી આ રીતે એકત્રિત કર્યા બાદ તેનો અભ્યાસ કરવાનું પણ શક્ય બનશે. પરીક્ષણ દરમિયાન સંશોધનકર્તાઓએ મગજની ગતિવિધિઓનો ડેટા વ્યક્તિને બતાવ્યો અને તેને કેટલાક વિશિષ્ટ અક્ષરો યાદ કરવા માટે કહેવામાં આવ્યું.

man-thinking

આ પ્રવૃત્તિઓના ફળ સ્વરૂપ વિજ્ઞાનીઓએ આ પ્રવૃત્તિઓના પરિણામ અંગે પ્રતિભાગીઓના મનમાં કેવી પ્રક્રિયા થાય છે, તેમના મનમાં અંકાયેલા અક્ષર પર કેવી રીતે મગજ કામ કરે છે તે જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો.

મગજમાં થતા પરિવર્તનોને પિક્સેલ છબીઓ અમે એક નવી આવિષ્કૃત એલ્ગોરિધમમાં બદલીને વિજ્ઞાનીઓ એ જાણવમાં સફળ રહ્યા કે મનુષ્ય શું વિચારી રહ્યો છે. આ સમગ્ર પ્રોજેક્ટમા માર્સેલ વેન ગેરવેન એક વિજ્ઞાની તરીકે કામ કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે જો આ પ્રોગ્રામનો નિયમિત રૂપે ઉપયોગ કરવામાં આવશે તો તેને પ્રભાવ વધતો જશે.

આ ટેકનિકની મદદથી વિજ્ઞાનીઓ મનની કલ્પનાઓને તસવીરો તરીકે એમઆરઆઇમાં ઉતારી શકે છે. તેમનું કહેવું છે કે આ પ્રોગ્રામની મદદથી કોઇ પણ વ્યક્તિના મનને વાંચી શકાય છે.

English summary
Holland scientists found way to read people's mind
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X