For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુએસની એક યુનિવર્સિટીમાં ભારતીય છાત્રોનો નોકરોની જેમ ઉપયોગ કરતો ભારતીય પ્રોફેસર

મિસૌરી-કેન્સાસ યુનિવર્સિટીમાં ભારતીય મૂળના એક પ્રોફેસર અશીમ મિત્રા પર ભારતીય છાત્રો સાથે નોકરોની જેમ વર્તન કરવાનો આરોપ લાગ્યો છે.

|
Google Oneindia Gujarati News

મિસૌરી-કેન્સાસ યુનિવર્સિટીમાં ભારતીય મૂળના એક પ્રોફેસર અશીમ મિત્રા પર ભારતીય છાત્રો સાથે નોકરોની જેમ વર્તન કરવાનો આરોપ લાગ્યો છે. કેન્સાસ વર્તમાનપત્ર સિટી સ્ટાર તરફથી આ વાતની જાણકારી આપવામાં આવી છે. મિત્રા, યુનિવર્સિટીમાં ઘણા સમયથી કાર્યરત છે અને તે ફાર્મસી પ્રોફેસર તરીકે છાત્રોને ભણાવી રહ્યા છે. મિત્રા પર વિદેશી છાત્રોને ગુલામ તરીકે ઉપયોગ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે અને યુનિવર્સિટી પ્રશાસન તરફથી આની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

આ પણ વાંચોઃ ભીમ આર્મીમાં થઈ બગાવત, ચંદ્રશેખર ઉપર લાગ્યા આ ગંભીર આરોપોઆ પણ વાંચોઃ ભીમ આર્મીમાં થઈ બગાવત, ચંદ્રશેખર ઉપર લાગ્યા આ ગંભીર આરોપો

ભારતીય હોવાનો ગેરલાભ ઉઠાવતો પ્રોફેસર

ભારતીય હોવાનો ગેરલાભ ઉઠાવતો પ્રોફેસર

જ્યારે આરોપની તપાસ શરૂ થઈ તો એક પછી એક ઘણા એવા ભારતીય છાત્રો મળ્યા જેમનો મિત્રા પોતાના કામો માટે ઉપયોગ કરતો હતો. પ્રોફેસર કામેશ કુચીમાનછી જે યુનિવર્સિટીના ટૉપ રિસર્ચર્સ સાથે પીએચડી ડિગ્રી મેળવવાની કોશિશ કરી રહ્યા હતા, તેમનો ભારતીય હોવાના કારણે મિત્રા સાથે બોન્ડ ઘણુ સારુ બની ગયુ હતુ. કુચીમાનછીને લાગતુ હતુ કે બંને ભારતથી છે તો અમેરિકા તેમને ઘર જેવુ લાગશે. પરંતુ આવુ થવાના બદલે બંનેના સંબંધોમાં કડવાશ આવવા લાગી.

નોકરોની જેમ ઉપયોગ કરતા

નોકરોની જેમ ઉપયોગ કરતા

મિત્રા ભારતથી આવનારા છાત્રોને નોકરોની જેમ ઉપયોગ કરતા હતા. આ વાત કુચીમાનછીને પસંદ નહોતી. કુચીમાનછીને લાગતુ હતુ કે તેમની જિંદગી યુનિવર્સિટીમાં આધુનિક ગુલામથી વધુ કંઈ નથી. તેમણે જણાવ્યુ કે પૂર બાદ તે મિત્રાના ઘરે બેઝમેન્ટમાં ભરાયેલ પાણી કાઢતા તો ક્યારેક કેમ્પસમાં ભારતીય તહેવારો પર આધારિત કાર્યક્રમોમાં મિત્રાના કહેવા પર ભોજન સર્વ કરતા. કુચીમાનછી માત્ર એકલા આવા ભારતીય નહોતા જેમને આ બધુ ઝેલવા માટે મજબૂર થવુ પડ્યુ હતુ.

કૂતરાની પણ સંભાળ લેતા હતા

કૂતરાની પણ સંભાળ લેતા હતા

કેન્સાસ સ્ટાર તરફથી જણાવવામાં આવ્યુ છે કે મિત્રા પાસે મિસૌરી-કેન્સાસ યુનિવર્સિટીના ફાર્મસી સ્કૂલમાં ભણાવવાનો 24 વર્ષોનો અનુભવ છે. આ દરમિયાન તેમણે પોતાના દરેક છાત્રનો પોતાના નોકરની જેમ ઉપયોગ કર્યો છે. છાત્ર મિત્રાના ઘરે યોજાતી દરેક સોશિયલ ગેધરિંગ દરમિયાન ટેબલ લગાવવા અને બીજી વ્યવસ્થા કરવાનું કામ કરતા હતા. અહીં સુધી કે જ્યારે મિત્રા અને તેમની પત્ની એક સપ્તાહ માટે શહેરથી બહાર હોય ત્યારે છાત્ર તેમના કૂતરાની પણ સંભાળ લેતા હતા અને છોડમાં પાણી પણ નાખતા હતા.

આ પણ વાંચોઃ સબરીમાલાઃ શ્રદ્ધાળુઓની ધરપકડ બાદ વિરોધ ઉગ્ર, સીએમ નિવાસ બહાર ભીડ એકત્રઆ પણ વાંચોઃ સબરીમાલાઃ શ્રદ્ધાળુઓની ધરપકડ બાદ વિરોધ ઉગ્ર, સીએમ નિવાસ બહાર ભીડ એકત્ર

English summary
Indian origin Professor used Indian students as servants at University of Missouri-Kansas in US.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X