ઇરાકી સેનાને મોસુલમાં મળી જીત, ISISને મળી વધુ એક હાર

Posted By:
Subscribe to Oneindia News

આતંકવાદી સંગઠ ઇસ્લામિક સ્ટેટનો મોસુલથી સંપૂર્ણ પણે ખાત્મો કરવામાં આવ્યો છે. ઇરાકી સેનાએ મોસુલમાં આઇએસઆઇએસને નષ્ટ કરી દીધું છે તેવી જાહેરાત કરવામાં આવી છે. આ જગ્યાને એક સમય આંતકી સંગઠનનું ઘર માનવામાં આવતું હતું. પણ હવે તેનો સંપૂર્ણ પણે નાશ કરવામાં આવ્યો છે. આઇએસઆઇએસનો મોસુલથી પણ હવે સફાયો કરવામાં આવ્યો છે.જો કે મોસુલ હવે એક ખંડર બની ચૂક્યું છે. જેમાંથી 10 લાખથી વધુ લોકોને વિસ્થાપિત કરવામાં આવ્યો છે અને હજારોની સંખ્યામાં લોકો અહીં મરી ચૂક્યા છે.

isis

વડાપ્રધાન હૈદર અલ-અબદીએ પોતે મોસુલ પહોંચીને સેનાની જીતની શુભકામનાઓ આપી છે. મીડિયા રિપોર્ટ મુજબ સૈન્ય કાર્યવાહીમાં આઇએસઆઇએસ આતંકીઓ જીવ બચાવવા માટે નાશભાગ કરી રહ્યા હતા અને કેટલાક લોકોએ ટિગરિસ નદીમાં કૂદી પણ ગયા હતા. પણ આવા 30 આતંકીઓને ઇરાકી સેનાએ મારી નાંખ્યા છે. ઉલ્લેખનીય છે કે કુલ 9 મહિના ચાલેલા આ યુદ્ધમાં આખરે ઇરાકી સેનાએ આઇએસઆઇએસને મોસુલમાંથી ઉખાડી ફેંક્યા છે.

English summary
Iraqs Prime Minister Haider al-Abadi announced on Sunday victory over Islamic State in the city of Mosul, his office said.
Please Wait while comments are loading...