For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ISISએ ગુરુદ્વારા હુમલાની જવાબદારી સ્વીકારી, 'અપમાન'નો બદલો લીધો

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં ગુરુદ્વારા પર થયેલા હુમલાની જવાબદારી લેતા આતંકી સંગઠન ISISએ એક નિવેદન જાહેર કર્યું છે. ISISનું કહેવું છે કે, તેણે આ હુમલો પયગંબર મોહમ્મદના અપમાનનો બદલો લેવા માટે કર્યો હતો.

|
Google Oneindia Gujarati News

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં ગુરુદ્વારા પર થયેલા હુમલાની જવાબદારી લેતા આતંકી સંગઠન ISISએ એક નિવેદન જાહેર કર્યું છે. ISISનું કહેવું છે કે, તેણે આ હુમલો પયગંબર મોહમ્મદના અપમાનનો બદલો લેવા માટે કર્યો હતો.

અમે હિંદુઓ અને શીખોને નિશાન બનાવ્યા

અમે હિંદુઓ અને શીખોને નિશાન બનાવ્યા

ઉલ્લેખનીય છે કે, સસ્પેન્ડ કરાયેલા ભારતીય જનતા પાર્ટીના નેતા નુપુર શર્મા દ્વારા પયગંબર વિશે કરવામાં આવેલી ટિપ્પણીના કારણે ઘણાદેશોમાં વિરોધ શરૂ થયો હતો. તેની અમાક સાઈટ પર પોસ્ટ કરાયેલા એક સંદેશમાં ISISએ જણાવ્યું હતું કે, શનિવારના હુમલા દ્વારા, અમેહિંદુઓ અને શીખોને નિશાન બનાવ્યા, જેમણે અલ્લાહ દ્વારા મોકલવામાં આવેલા પયગંબર સાહેબના મહિમાની અવહેલના કરી હતી.

આતંકવાદી સંગઠનનું નિવેદન

આતંકવાદી સંગઠનનું નિવેદન

આતંકવાદી જૂથે જણાવ્યું છે કે, તેના ફાઇટર ત્યાં હાજર સુરક્ષા કર્મચારીઓની હત્યા કર્યા બાદ હિન્દુઓ અને શીખોના આસ્થાના કેન્દ્રગુરુદ્વારામાં ઘૂસી ગયા હતા. અમારા માણસોએ મશીનગન અને હેન્ડ ગ્રેનેડ વડે અંદર રહેલા લોકો પર ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં બેલોકોના મોત થયા હતા, જ્યારે ઓછામાં ઓછા 7 લોકો ઘાયલ થયા હતા.

હુમલા બાદ અફઘાનિસ્તાનના ગૃહ મંત્રાલયના પ્રવક્તા અબ્દુલ નફી તકોરે જણાવ્યું હતું કે, હુમલાખોરોએ ગુરુદ્વારામાં પ્રવેશતાની સાથે જ ગ્રેનેડ ફેંક્યો અને તેને આગ ચાંપી દીધી હતી.

ભારતે વ્યક્ત કરી હતી ચિંતા

ભારતે વ્યક્ત કરી હતી ચિંતા

આ હુમલા બાદ ભારતે ચિંતા વ્યક્ત કરી હતી. આ અંગે વડાપ્રધાન મોદીએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. વિદેશ મંત્રી એસ જયશંકરે તેનેકાયરતાપૂર્ણ કૃત્ય ગણાવ્યું હતું. નોંધનીય છે કે, તાજેતરમાં ભારતીય પ્રતિનિધિમંડળ અને તાલિબાન વચ્ચે કાબુલમાં મુલાકાત થઈ હતી.

જેબાદ વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું હતું કે, ભારતીય ટીમ અફઘાનિસ્તાનમાં એવા કેટલાક સ્થળોની મુલાકાતલેવાનો પ્રયાસ કરશે, જ્યાં ભારત સમર્થિત પ્રોજેક્ટ્સ અને પ્રોગ્રામ્સ લાગુ કરવામાં આવી રહ્યા છે. આવા સમયે, તાલિબાને પણ ભારતનેવેપાર પુનઃપ્રારંભ કરવા માટે કામ કરવા પર વિચાર કરવા વિનંતી કરી હતી.

English summary
ISIS took responsibility for Gurudwara attack, retaliates for 'insult'.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X